મહારાષ્ટ્રના રાજકારણમાં નડ્યો પરિવારનો જ વિખવાદ, અજિત પવાર કાકાને દગો આપી બન્યા ડેપ્યુટી CM

  • July 02, 2023 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના રાજકારણની પાવર ગેમ બદલાઈ ચુકી છે. એનસીપી નેતા અજિત પવાર એકનાથ શિંદેની સરકારમાં સામેલ થયા છે. અજિત પવાર ડેપ્યુટી CM તરીકે શપથ લઈ ચ્ચુક્યા છે. સુત્રો મુજબ અજિત પવારને NCPના 53માંથી 29 ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે. અજિત પવાર અને તેમના સમર્થક NCP ધારાસભ્યો રાજભવનમાં હાજર છે.


આ સાથે સમાચાર આવી રહ્યા છે કે છગન ભુજબળને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. છગન ભુજબળ પણ નારાજ હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન આ તકે હાજર રહ્યા છે.


આ પહેલા રવિવાર, 1 જુલાઈના રોજ મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારના ઘરે પાર્ટીના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં પાર્ટીના બંને કાર્યકારી અધ્યક્ષો સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. આ સાથે દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, દોલત દોરાડા જેવા નેતાઓ પહોંચ્યા છે. બેઠક પુરી થયા બાદ અજિત પવાર ઘરથી સીધા રાજભવન જવા રવાના થયા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application