ભારત સરકારે સ્થાનિક બજારમાં તેના ભાવને નિયંત્રિત કરવા માટે ડુંગળીની નિકાસ પર નિયંત્રણો જાળવી રાખ્યા છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો સંપૂર્ણ પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં, તેણે ફરીથી ભારે નિકાસ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે.એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ જકાત લાદવાનો નિર્ણય કર્યો છે. સરકારે સૌથી પહેલા ગયા વર્ષે ઓગસ્ટમાં ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ જકાત લાદવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થયા બાદ સરકારે આ નિર્ણય લીધો હતો.
ડુંગળી, ખાંડ અને ચોખા સહિત તમામ પ્રતિબંધિત કૃષિ પેદાશોની નિકાસ માટે નેશનલ કોઓપરેટિવ એક્સપોટ્ર્સ લિમિટેડને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સરકારે ડુંગળી પરનો નિકાસ પ્રતિબંધ હટાવી લઇ 40 ટકા નિકાસ ડ્યુટી ફરીથી દાખલ કયર્નિા એક દિવસ પછી, 550 ડોલર પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત (એમઈપી) લગાવી છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોના અસંતોષ વચ્ચે, પ્રતિબંધ હટાવવાનો નિર્ણય સરકારે તેને અનિશ્ચિત સમય માટે લંબાવ્યાના 43 દિવસ પછી આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે ડુંગળીની નિકાસ નીતિને 550 ડોલર પ્રતિ ટનના એમઈપી સાથે પ્રતિબંધિતમાંથી મુક્ત કરવામાં આવી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ વચ્ચે ભારત સરકારે તાજેતરમાં કેટલાક પડોશી દેશોમાં ડુંગળીના ક્ધસાઇનમેન્ટ મોકલવાની મંજૂરી આપી હતી. ગયા મહિને કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે લગભગ 1 લાખ ટન ડુંગળીના ક્ધસાઇનમેન્ટને છ દેશોમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. જે છ દેશોમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે તેમાં બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ તમામ 6 પાડોશી દેશોમાં મળીને 99 હજાર 150 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે.ડુંગળીની સાથે સાથે અન્ય કેટલીક એગ્રી કોમોડિટીના કિસ્સામાં, સરકારે વેપારને લગતી નીતિઓમાં કેટલાક ફેરફારો કયર્િ છે. સરકારે દેશી ચણાને 31 ડિસેમ્બર 2025 સુધી આયાત જકાતમાંથી મુક્તિ આપી છે. એ જ રીતે, પીળા વટાણા પરની આયાત ડ્યૂટીની મુક્તિને 31 ઓક્ટોબર 2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ ફેરફારો 4 મે એટલે કે આજથી લાગુ થઈ ગયા છે. ગયા વર્ષે 19 ઓગસ્ટના રોજ, સરકારે 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લાદી હતી, જે 28 ઓક્ટોબર, 2023ના રોજ શૂન્ય પર લાવવામાં આવી હતી, જ્યારે તેણે 800 ડોલર /ટનની એમઈપી લાદી હતી. જો કે, સ્થાનિક ભાવમાં વધારા વચ્ચે ડુંગળીના શિપમેન્ટને ઇચ્છિત રીતે નિયંત્રિત કરી શકાતું ન હોવાથી, સરકારે કેસ-ટુ-કેસ પર વિદેશી દેશોની વિનંતી પર મંજૂર જથ્થાને આધિન, 8 ડિસેમ્બર, 2023 થી અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવાગઢમાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયો
December 23, 2024 11:30 AMકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech