"ભારતના આ પ્રાચીન મંદિરમાં પણ સજાતીય સબંધોના પુરાવા", સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્ન મામલે ઉગ્ર દલીલો

  • April 19, 2023 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ પર બુધવારે સતત બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી થઇ હતી. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવવાની માંગ કરી છે. કેન્દ્રએ આ અંગે નવેસરથી એફિડેવિટ પણ દાખલ કરી છે.


બીજી તરફ, કેન્દ્ર સરકારના વિરોધ વચ્ચે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સમલૈંગિક લગ્નની તરફેણમાં દલીલો આપતાં ઉગ્ર દલીલો રજૂ કરી છે. અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ ખજુરાહો મંદિરની મૂર્તિઓને ટાંકીને કહ્યું કે સમલૈંગિકતા હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. જો કે સુપ્રીમ કોર્ટમાં હજુ સુનાવણી ચાલી રહી છે. મુકુલ રોહતગીએ કોર્ટ સમક્ષ ખજુરાહોની દિવાલો પર કોતરેલી કલાકૃતિઓથી લઈને ઈતિહાસના પુસ્તકોમાં નોંધાયેલા તથ્યો રજૂ કર્યા હતા.

સુનાવણીના બીજા દિવસે પણ કેન્દ્ર સરકારે ગે લગ્નનો વિરોધ કર્યો હતો. પરંતુ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં જોરદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે સમાજમાં આપણને ઓળખ આપવાની જરૂર છે અને દેશનું બંધારણ જ આપણને આ અધિકાર આપી શકે છે. લંચ પછી અભિષેક મનુ સિંઘવી પણ આ મામલે અરજીકર્તાઓ વતી પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતાની વિનંતી કરતી અરજીઓ પર સુનાવણીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકારો બનાવવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે. કેન્દ્રએ કહ્યું કે આ મામલો વિધાનસભાના અધિકારક્ષેત્ર સાથે સંબંધિત છે, તેથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો અભિપ્રાય જરૂરી છે. કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે તેણે 18 એપ્રિલે રાજ્યોને પત્રો મોકલીને સમલૈંગિક લગ્નોને માન્યતા આપવા માટેની અરજીઓમાં ઉઠાવવામાં આવેલા મૂળભૂત મુદ્દા પર તેમની ટિપ્પણીઓ માંગી છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે અરજીઓ પર સુનાવણી અને નિર્ણયની દેશ પર નોંધપાત્ર અસર પડશે, કારણ કે સામાન્ય લોકો અને રાજકીય પક્ષો આ વિષય પર અલગ અલગ મંતવ્યો ધરાવે છે.

સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની દલીલ કરતી વખતે અરજદારના વકીલ મુકુલ રોહતગીએ ખજુરાહોની મૂર્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. રોહતગીએ કહ્યું, 'તમે ખજુરાહો જાઓ અને ત્યાં બતાવવામાં આવેલ સેક્સ-પ્લે હજારો વર્ષ જૂનું છે. આના પર કોઈ યુરોપીયન પ્રભાવ નથી...વાસ્તવમાં સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી છે...બ્રિટીશનો પ્રભાવ ત્યારે જ આવ્યો જ્યારે તેમણે વિક્ટોરિયન મોડલને કાયદો ઘડ્યો અને લાદ્યો.'
​​​​​​​

મુકુલ રોહતગીએ નેપાળની સુપ્રીમ કોર્ટના તાજેતરના અને ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે નેપાળની સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને માન્યતા આપતાં કાયદા મંત્રાલયને એક સમાન લગ્ન કાયદો ઘડવા અથવા વર્તમાન કાયદામાં ફેરફાર કરવા કહ્યું છે. તેમણે આ દલીલ કેન્દ્રની દલીલના જવાબમાં કરી હતી કે 'સમલૈંગિકતા એ અર્બન એલિટિઝમનો ખ્યાલ છે'. નેપાળની સુપ્રીમ કોર્ટે 20 માર્ચે સમલૈંગિકતા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસ એક ગે યુગલ સાથે સંબંધિત હતો, જેમાંથી એક નેપાળી નાગરિક છે અને બીજો જર્મન નાગરિક છે. બંનેએ જર્મનીમાં લગ્ન કરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ નેપાળે જર્મન નાગરિકને વિઝા એટલા માટે આપ્યા ન હતા કે તે સમલૈંગિક લગ્નને માન્યતા આપતું નથી. આની સામે ગે કપલ નેપાળી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

સુનાવણી દરમિયાન, સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે સમલૈંગિકતાએ શહેરી ઉચ્ચ વર્ગનો ખ્યાલ છે, સરકાર પાસે આ દલીલને સમર્થન આપવા માટે કોઈ ડેટા નથી. CJIએ કહ્યું, "રાજ્ય વ્યક્તિ સાથે ભેદભાવ ન કરી શકે, તે પણ એવા કોઈ લક્ષણના આધારે કે જેના પર તેનું કોઈ નિયંત્રણ નથી. સરકાર પાસે એ દર્શાવવા માટે કોઈ ડેટા નથી કે સમલૈંગિક લગ્ન એ અર્બન એલિટિસ્ટ કન્સેપ્ટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application