બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઈલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ ગુમાવી ચૂક્યા છે. ટેસ્લા ચીફે તેમની નેટવર્થમાં 40 બિલિયન ડૉલર (3.3 લાખ કરોડ રૂપિયા) કરતાં વધુ ગુમાવ્યા છે. હવે મસ્ક Amazon.comના સ્થાપક જેફ બેઝોસ અને લુઈસ વિટનના બર્નાર્ડ આર્નોલ્ટની પાછળ છે. મસ્કની નેટવર્થમાં ઘટાડાનું મુખ્ય કારણ ટેસ્લાના ઘટતા શેર છે. જેમાં ચાલુ વર્ષમાં 29 ટકાનો ઘટાડો થયો છે અને 2021ની ટોચથી 50 ટકા જેટલો ઘટાડો થયો છે. મસ્કની મોટાભાગની નેટવર્થ ટેસ્લામાં તેના 21 ટકા હિસ્સામાંથી આવે છે.
વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કની નેટવર્થમાં છેલ્લા 70 દિવસમાં 40 અબજ ડોલર એટલે કે 3.3 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. હાલમાં તેમની કુલ સંપત્તિ 189 બિલિયન ડૉલરની નેટવર્થ પર પહોંચી ગઈ છે. શુક્રવારે તેમની નેટવર્થમાં 2.37 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં એલોન મસ્કની કુલ સંપત્તિ 340 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.
ચીનમાં ટેસ્લાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ, બર્લિન નજીક તેની ફેક્ટરીમાં તોડફોડ બાદ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે કંપનીની કિંમતોમાં ઘણી અસર જોવા મળી છે. મસ્કને કોર્ટ તરફથી પણ મોટો ઝટકો લાગ્યો છે, જેમાં તેનું 55 અબજ ડોલરનું સેલરી પેકેજ રદ કરવાનો આદેશ છે. દરમિયાન, ફોર્ચ્યુન મેગેઝિને અહેવાલ આપ્યા પછી મસ્કએ જાહેરાત કરી કે લાંબા-ફોર્મ વિડિઓઝ ટૂંક સમયમાં સ્માર્ટ ટેલિવિઝન પર ઉપલબ્ધ થશે, સોશિયલ નેટવર્ક X આગામી સપ્તાહે એમેઝોન અને સેમસંગ યુઝર્સ માટે ટીવી એપ્લિકેશન શરૂ કરવાની યોજના ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech