પાકિસ્તાનમાં મતગણતરી વચ્ચે ફરી થશે ચૂંટણી! આ કારણે ચૂંટણી પંચે લેવો પડ્યો આ નિર્ણય

  • February 11, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં વોટિંગ દરમિયાન ઘણી જગ્યાએ હિંસક અથડામણ જોવા મળી હતી. કેટલાક લોકોએ મતદાનની વસ્તુઓ છીનવીને તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉમેદવારો અને મતદારો દ્વારા કરવામાં આવ્યા હતા. લોકોની આ સમસ્યાઓને ધ્યાનમાં લઈને પાકિસ્તાનના ચૂંટણી પંચે આ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો છે.


નોંધનીય છે કે 8મી ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાન માટે દેશમાં હજુ મતગણતરી ચાલી રહી છે તેવા સમયે ફરી મતદાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાએ 15 ફેબ્રુઆરીએ ઘણા મતદાન મથકો પર ફરીથી મતદાનની જાહેરાત કરી છે. વોટિંગ દરમિયાન અહીં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. જે બાદ મતદાન સામગ્રી સળગાવવાના સમાચાર સામે આવ્યા હતા. હવે મામલો શાંત પડતાં 26 મતદાન મથકો પર પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે.


ચૂંટણી દરમિયાન કેટલાક આતંકવાદીઓએ મતદાન સામગ્રીને નુકસાન પહોંચાડ્યા બાદ, ECPએ પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આ તમામ બાબતો અંતિમ પરિણામોમાં વિલંબથી પાકિસ્તાનમાં દરેક લોકો નારાજ છે. ઘણા પક્ષો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે પરિણામો સમયસર નથી આવી રહ્યા. તેઓને શંકા છે કે પરિણામોમાં છેડછાડ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application