GAB અને VIPS ગ્રૂપ પર EDના દરોડા, 2 કરોડ જપ્ત કરી બેંકમાં 10 કરોડ કર્યા ફ્રીઝ

  • June 20, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

VIPS ગ્રૂપ ઓફ કંપનીઓ અને ગ્લોબલ એફિલિએટ બિઝનેસની અમદાવાદ અને અહેમદનગરની ઓફિસો પર ખાતે EDએ દરોડા પડ્યા હતા.જ્યાં 2 કરોડ જપ્ત અને રૂ.10 કરોડ રૂપિયા બેંકમાં ફ્રીઝ કરી કુલ રૂ.31.74 કરોડ કબજે કર્યા હતા.બન્ને કંપનીના વડા વિનોદ ખૂટેની ક્રિપ્ટો એક્સ્ચેન્જ અને ક્રિપ્ટો વોલેટમાં સંડોવણીમાં સામેલ હતા.ફેરેક્સ, ક્રિપ્ટો, સ્ટોક્સ વગેરેમાં વેપાર કરતા વિવિધ ગ્રાહકો માટે બ્રોકરેજમાં રોકાયેલ હતા.


VIPS ગ્રૂપ ઓફ કંપનીઓ અને ગ્લોબલ એફિલિએટ બિઝનેસની અમદાવાદ અને અહેમદનગરની ઓફિસો પર ખાતે ED એ દરોડા પાડી બે કરોડની રોકડ જપ્ત કરી બેંકમાં કરોડો રૂપિયા ફ્રીઝ કરી રૂ.10.38 કરોડ કબજે કર્યા હતા.અત્યાર સુધીમાં EDએ કુલ રૂ.31.74 કરોડની રોકડ રકમ ફ્રીઝ કરી છે.આ ઉપરાંત EDએ ગ્લોબલ એફિલિએટ બિઝનેસની પુણે અને અહમદનગરમાં આવેલી ઓફિસોમાં તપાસ હાથ ધરી હતી. કંપનીના મુખ્ય કર્તા વિનોદ ખુટે વિવિધ ગેરકાયદે વેપાર, ક્રિપ્ટો એક્સચેન્જ અને વૉલેટ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ.


ED એ 25 મેના રોજ હાથ ધરાયેલા સર્ચ દરમિયાન રોકડ તેમજ રૂ. 18.54 કરોડની બેન્ક બેલેન્સ જપ્ત કરી હતી. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી તપાસમાં બેન્કિંગ ચેનલ અને રોકડમાં રૂ. 125 કરોડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. વ્યાજ-કમિશનની આવક કમાવવા માટે રોકાણની આડમાં વિવિધ રોકાણકારો પાસેથી વિવિધ ગેરકાયદે વેપાર, ક્રિપ્ટો એક્સચેન્જ અને વૉલેટ જેવી પ્રવૃત્તિઓમાં રોકાણ કરાવતા હતા. VIPS ગ્રૂપ ઓફ્ કંપનીઓ દ્વારા શંકાસ્પદ વ્યાપારી સોદા કરીને કમાણી કરાયેલી રકમ હવાલા દ્વારા વિવિધ વિદેશી દેશોમાં મોકલવામાં આવી હતી.


ED ને લોબલ એફિલિએટ બિઝનેસની પુણે અને અહમદનગરમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં પણ રોકાણકારો પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી.જેના આધારે ED એ 2 કરોડની રોકડ રકમ સહિત રૂ.10.38 કરોડની ફ્રીઝ કરી છે. આ ઉપરાંત મોટાપાયે દસ્તાવેજો મળી આવ્યા છે.જેમાં ગુજરાતમાંથી મોટાપાયે હવાલા પાડયા હોવાનું પણ ઈડીની તપાસમાં ખુલ્યુ છે. ગ્લોબલ એફિલિએટ બિઝનેસ ઈ-કોમર્સ શોપિંગ પોર્ટલ દ્વારા ઉત્પાદનોનું વેચાણ કરે છે અને તે જ નામની તેની એપ ગૂગલ પ્લે સ્ટોર તેમજ એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે. મેસર્સ ગ્લોબલ એફિલિએટ બિઝનેસ ગેરકાયદેસર અને અનધિકૃત મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવી રહ્યું છે. જેમાં જો કોઈ વ્યક્તિ સભ્ય તરીકે સ્કીમ પસંદ કરે છે અને અન્ય ગ્રાહકો,ગ્રાહકોને એપ્લિકેશન,વેબસાઈટ પર સંદર્ભિત કરે છે, તો તેના પર કમિશન અરજી પરનું રોકાણ,ખર્ચ તેના ખાતા વૉલેટમાં જમા કરવામાં આવતા હતા.


કંપનીએ આ રીતે વિવિધ રોકાણકારો પાસેથી કથિત રીતે રૂ.125 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. GAB મેસર્સ કાના કેપિટલના બિઝનેસનું માર્કેટિંગ કરતું હોવાનું પણ જાણવા મળ્યું છે, જે ટ્રેડ ફેરેક્સ, ક્રિપ્ટો, સ્ટોક્સ વગેરેમાં વેપાર કરતા વિવિધ ગ્રાહકો માટે બ્રોકરેજમાં રોકાયેલ છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application