જીવનભર મફતમાં પીઝા ખાઓ અને માર્યા પછી આપો પૈસા !

  • May 29, 2023 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ તમામ પ્રકારની ઓફરો આપે છે. ક્યારેક, પહેલા ખરીદો પછી બીલ ચૂકવો, ક્યારેક ખરીદી પર આકર્ષક ગીફ્ટસ આપવામાં આવે છે તો ક્યારેક ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પરંતુ એક પિઝા કંપનીએ આવી ઓફર રજૂ કરી છે, જેને સૌ કોઈને ચોકાવી દીધા છે.

ન્યુઝીલેન્ડની કંપની જીવનભર પિઝા ખાવા અને મૃત્યુ પછી ચૂકવણી કરવાની ઓફર કરે છે. વેલિંગ્ટનની પિઝેરિયા હેલ પિઝા કંપનીએ માર્કેટિંગની આ અનોખી પદ્ધતિ અપનાવી છે. આ અંતર્ગત તેમના ગ્રાહકો જ્યારે ઈચ્છે ત્યારે પિઝાની મજા માણી શકે છે, પછી ભલે તેમની પાસે પૈસા હોય કે ન હોય. તેઓ તેને જીવન પછી એટલે કે મૃત્યુ પછી પણ ચૂકવી શકે છે. સાંભળવામાં અજીબ લાગે છે, પરંતુ વાસ્તવમાં કંપનીએ આવી ઓફર આપી છે.
​​​​​​​

કંપનીની વેબસાઈટ અનુસાર, આ સ્કીમ માત્ર ન્યુઝીલેન્ડના રહેવાસીઓ માટે છે. કંપનીએ અહીંથી 666 લોકોને પસંદ કર્યા છે, જેઓ આનો લાભ લઈ શકશે. આ માટે કાનૂની કરાર થશે. જેમાં બંને પક્ષકારોના હસ્તાક્ષર હશે, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહક તેના મૃત્યુ પછી પૈસા ચૂકવશે. ખાસ વાત એ છે કે કોઈ ચૂકવણી કે દંડ નહીં લાગે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ન્યુઝીલેન્ડની કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી પણ કહે છે કે આનાથી ગ્રાહકને પિઝાની લત લાગી શકે છે. આ તેના સ્વાસ્થ્ય માટે સારું નથી.

આ બાબતે કરાર કરવામાં આવશે, તેમાં સ્પષ્ટપણે લખવામાં આવશે કે ઓફર લેનાર વ્યક્તિની ઇચ્છામાં ફેરફાર કરી શકાશે. કંપનીના સીઈઓ બેન કમિંગના જણાવ્યા અનુસાર, આ ઓફર લોકોને બાય નાઉ પે લેટરની માંથી બચાવવા માટે છે. અમે તેને માત્ર થોડા લોકોને જ આપી છે. જો તે સફળ થાય છે, તો અમે ઘણા લોકોને તક આપવાની તૈયારી કરી રહ્યા છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application