ઉત્તર પ્રદેશ : મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાનો વચેટિયાઓને મળી રહ્યો છે લાભ, લગ્નમાં ફ્રોડ મામલે બે અધિકારીઓને થઈ સજા, યુવક-યુવતી સામે પણ નોંધાયો કેસ
થોડા દિવસો પહેલા યુપીના મહારાજગંજ જિલ્લામાં યોજાયેલા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ યોજાયેલા આયોજનમાં મોટી છેતરપીંડીઓ સામે આવી હતી, ત્યારે હવે આ મામલે વધુ એક નવો ખુલાસો થયો છે. આ યોજના હેઠળ નવવિવાહિત દંપતીને ઘરવખરીની વસ્તુઓ અને ગ્રાન્ટ આપવામાં આવતી હતી, વસ્તુઓ અને પૈસાના લોભમાં ભાઈ-બહેનના લગ્ન કરાવવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ મામલે વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લક્ષ્મીપુરના બીડીઓના રિપોર્ટના આધારે ડીડીઓએ ગ્રામ પંચાયત અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. ભાઈ અને બહેન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સિવાય યુવક-યુવતીના વેરિફિકેશનમાં બેદરકારીના કારણે મનરેગાના ટેકનિકલ આસિસ્ટન્ટને બ્લોકમાંથી કાઢીને જિલ્લા મુખ્યાલય સાથે જોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, બીડીઓએ લગ્નમાં આપવામાં આવેલી ઘરવખરીની ચીજવસ્તુઓ પરત મંગાવી છે અને તાત્કાલિક અસરથી ગ્રાન્ટ તરીકે 35,000 રૂપિયાની ચૂકવણી અટકાવવાની ભલામણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ લક્ષ્મીપુર બ્લોકમાં 5 માર્ચે 38 યુગલોએ લગ્ન કર્યા હતા. અહેવાલ મુજબ યુવતીના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા અને તેનો પતિ કામ માટે બીજા શહેર ગયો હતો. આ પછી પણ વચેટિયાઓએ ફરી છોકરીને લગ્ન માટે તૈયાર કરી હતી, પરંતુ જે છોકરો બોલાવ્યો હતો તે આવ્યો નહોતો. આ પછી વચેટિયાઓએ ગ્રાન્ટના પૈસામાંથી મળેલા કમિશન માટે યુવતી અને તેના ભાઈ વચ્ચે જ લગ્ન કરાવી દીધા હતા.
પહેલા પણ થઇ ચુક્યા છે સ્કેમ
આ પહેલા ઝાંસીમાં આયોજિત મુખ્યમંત્રીના સમૂહ લગ્ન સમારોહમાં પણ છેતરપિંડી સામે આવી હતી. બુંદેલખંડ કોલેજમાં યોજાયેલા સમૂહ લગ્નમાં 96 યુગલોએ લગ્ન કર્યા હતા. જો કે અહીં કેટલીક દુલ્હનોએ જાતે જ પોતાની માંગ ભરી હતી, અને ઘણા યુગલોએ તો સાત ફેરા પણ લીધા ન હતા. ઝાંસી પહેલા બલિયામાં સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી સામે આવી હતી. અહીં 25 જાન્યુઆરીએ 537 યુગલોના લગ્ન થયા હતા, પરંતુ ડઝનબંધ યુગલો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક પહેલેથી જ પરિણીત હતા, જ્યારે કેટલાકને પૈસાની લાલચે બોલાવવામાં આવ્યા હતા. આનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં ઘણી દુલ્હન પોતાની જાતને હાર પહેરાવતી જોવા મળી હતી. આ કેસમાં ડીએમના નિર્દેશ પર કેસ નોંધવામાં આવ્યો હતો અને 15 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાર્તિક આર્યન પહોંચ્યો સિદ્ધિવિનાયક મંદિર, આ રીતે જીત્યા ચાહકોના દિલ
November 26, 2024 05:29 PMઆલે લે બંધારણ દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ
November 26, 2024 04:56 PMસુપ્રીમ કોર્ટના આદેશ પર 10 વકીલો વિરુદ્ધ FIR નોંધાઈ, જાણો શું છે આખો મામલો
November 26, 2024 04:36 PMરાજ્યસભાની છ બેઠકો પર ચૂંટણી: મતદાન અને પરિણામ 20 ડિસેમ્બરે
November 26, 2024 04:16 PMનિરમા ફેકટરીના કેમિકલયુકત પાણી સમુદ્રમાં છોડવા અંગે કલેકટરને રાવ
November 26, 2024 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech