ઈન્ડિગો ફ્લાઈટમાં નશામાં ધુત મુસાફરે મહિલા ક્રૂ મેમ્બર સાથે એવી કરી હરકત કે થઇ ધરપકડ 

  • May 15, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફ્લાઇટ બાબતે એવા ઘણા કિસ્સા સામે આવે છે.જેમાં છેડતી કરવી,નશાની હાલતમાં ભાન ભૂલી દુર્વ્યવહાર કરવો વગેરે જેવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે.હજુ થોડા દિવસ પહેલા જ ઈન્ડિગો એરલાઈન જ ચર્ચામાં આવી હતી.જેમાં પાયલોટે પોતાના કોઈક સંબંધીને કેબીનમાં બોલાવતા હંગામો મચ્યો હતો.ત્યારે ઈન્ડિગો એરલાઈન વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મુસાફર નશાની હાલતમાં ભાન ભૂલી મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી હતી.જે બાદ ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

ઈન્ડિગો એરલાઈનની દુબઈથી અમૃતસર આવતી ફ્લાઈટમાં જલંધરના કોટલી ગામનો રહેવાસી રાજીન્દર સિંહ નામના મુસાફરે નશામાં ધુત થઇ હંગામો મચે તેવો દુર્વ્યવહાર કર્યો હતો.નશાની હાલતમાં ભાન ભૂલી મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી હતી. મુસાફરે એટલો દારૂ પીધો હતો કે તે પોતાના પરનો કાબુ ખોઈ બેઠો હતો. જે બાદ ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ સિક્યુરિટી મેનેજરની ફરિયાદના આધારે રાજાસાંસી પોલીસે તેની ધરપકડ કરી હતી.

આવો જ એક કિસ્સો 10 એપ્રિલના રોજ બન્યો હતો.જેમાં મિનેસોટાથી અલાસ્કા જઈ રહેલી ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટમાં 61 વર્ષીય ફર્સ્ટ ક્લાસ પેસેન્જર ડેવિડ એલન બર્કે એક પુરુષ ફ્લાઈટ એટેન્ડન્ટને ગળા પર કિસ કરી કેપ્ટનની ફૂડ ટ્રે તોડી નાખી હતી.

ખરેખર બન્યું હતું એવુ કે ફ્લાઇટ ટેક ઓફ પહેલા ડેવિડને ડ્રિંક આપવાનું હતું. ડ્રિંક માટે પૂછવા પર ટીસી નામના ફ્લાઈટ એટેન્ડન્ટે ફ્લાઈટ ટેક ઓફ બાદ ડેવિડને ડ્રિંક પીરસ્યું હતું. જ્યારે એટેન્ડન્ટ ડેવિડની ટ્રે લેવા માટે પાછો આવ્યો ત્યારે ડેવિડ તેની સાથે હાથ મિલાવ્યો અને તેની પાછળ ગયો અને ટીસીને કહ્યું કે ઓહ તમે કેટલા સુંદર છો.શું હું તમને ચુંબન કરી શકું? ટીસીએ મનાઈ કરતા ડેવિડે ટીસીનું ગળું દબાવીને બળજબરીથી કિસ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application