ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર છે અને 25મી જાન્યુઆરીથી શ્રેણીની પ્રથમ મેચ છે. પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પરંતુ ટીમમાં એવા અનુભવી ખેલાડીનું નામ સામેલ નથી જે હાલમાં રણજી ટ્રોફીમાં મેચની ટીમ માટે સખત મહેનત કરી પરસેવો રેડી રહ્યો છે. જીહા, અહીં વાત થઇ રહી છે અજિંક્ય રહાણેની, જે મુંબઈનો કેપ્ટન છે અને તેની ટીમને ફરીથી રણજી ટ્રોફી જીતાડવાની જવાબદારી લીધી છે.
35 વર્ષના અજિંક્ય રહાણેએ પોતાના ભવિષ્યના મિશન વિશે વાત કરી એ વેળા તે ભાવુક પણ થઈ ગયો હતો. રહાણેએ કહ્યું કે, તેનું સપનું હજુ પૂરું થવાનું બાકી છે. તેમણે કહ્યું હતું કે તે તેમની ટીમને રણજી ટ્રોફી જીતાડવા ઇચ્છે છે અને ભારત માટે 100 ટેસ્ટ મેચ પણ રમવા ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે, અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 85 ટેસ્ટ રમી ચૂક્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષથી લગભગ ટીમની બહાર છે.
અજિંક્ય રહાણેએ ગત વર્ષે ટીમમાં પુનરાગમન કર્યું હતું. જ્યારે તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમમાં પરત લાવવામાં આવ્યો હતો. આ સમયે તેણે વધુ સારું પ્રદર્શન કર્યું હતું. જો કે, તે પછી અજિંક્ય રહાણે માત્ર વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જ દેખાયો હતો અને તે પછી તેને ટીમમાંથી સાઇડલાઇન કરી દેવામાં આવ્યો હતો. હવે રણજી ટ્રોફીની વચ્ચે ફરી રહાણેનું નિવેદન આવ્યું છે અને તેણે કહ્યું છે કે તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની નજર ન માત્ર આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ પર છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલું છે. 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થઈ રહી છે, જે ડબલ્યુટીસીની ફાઇનલમાં પહોંચવા માટે એક મહત્વપૂર્ણ પગથિયું છે. રણજી ટ્રોફીમાં રન બનાવનારા ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓની વાપસી થવાની આશા હતી, પરંતુ હવે ટીમે યુવા ખેલાડીઓ તરફ નજર કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech