પરીક્ષા પે ચર્ચા અંતર્ગત દ્વારકામાં ચિત્ર સ્પર્ધા

  • January 24, 2023 07:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરિક્ષા પે ચર્ચા ૨૦૨૩ ની ૬ઠ્ઠી આવૃત્તિ ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ આયોજિત કરવામાં આવી છે. આ અંતર્ગત ગઈકાલે સોમવારે સવારે ૧૦ વાગ્યે સમગ્ર ભારતમાં ૫૦૦ નોડલ કેન્દ્રો પર ૫૦ હજાર વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.



દ્વારકાની કેન્દ્રીય વિદ્યાલયને નોડલ સેન્ટર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું. દ્વારકા અને તેની આસપાસની ૧૮-૧૯ શાળાઓના ૧૦૦ થી વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક નોડલ સેન્ટરમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ ૫ વિદ્યાર્થીઓને પરીક્ષા યોદ્ધાઓ અને ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ પુસ્તક સાથે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. અને બાકીના ભાગ લેનાર વિદ્યાર્થીઓને ડિજિટલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.


આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય અભ્યાસ કરતા બાળકોનો પરિક્ષા પ્રત્યેનો ડર દુર કરવાનો છે. હાલ લેવાયેલી આ સ્પર્ધાકીય પરીક્ષામાં વિધાર્થીઓ પરિક્ષા આપી ખુશ થયા હતા અને આગામી આવતી પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર થયા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application