૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે પણ આજે માહિતી મળી છે કે, તેઓ આ દિવસે ખાસ ઉપવાસ રાખશે.
રામમંદિરના ઉદ્ઘાટન પહેલા રામાયણ સિરિયલમાં સીતા માતાનો રોલ કરનાર દિપીકા ચીખલિયાએ પ્રધાનમંત્રી મોદીને ખાસ અપીલ કરી છે. એક મીડિયા અહેવાલ અનુસાર દિપીકાએ કહ્યું છે કે ૨૨મી જાન્યુઆરી મારા માટે ઐતિહાસિક દિવસ રહેશે. કારણ કે ૫૦૦ વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા આવી રહ્યા છે. મારા માટે આ ભાવુક ક્ષણ છે. જોકે દિપીકા ચીખલિયા દુખી છે કે ભગવાનના મંદિરમાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિ નથી.
તેમણે કહ્યું કે મને હંમેશા એવું હતું કે રામજીની બાજુમાં સીતાજીની મૂર્તિ હશે જ. જોકે આવું ન થયું તેનો મને અફસો છે. હું પીએમ મોદીને વિનંતી કરું છું કે અયોધ્યામાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિને પણ વિરાજમાન કરવામાં આવે. રામજીને એકલા ન રાખશો. મને જાણ છે કે બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે પરંતુ જો સીતાજીની પણ સાથે હશે તો તમામ મહિલાઓ ખુશ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ ખાતે ધારાસભ્યના જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન
November 23, 2024 11:15 AMજામનગરમાં દરિયાઈ પટ્ટી પર સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત સઘન ચેકિંગ
November 23, 2024 11:13 AMજામનગર: મોરકંડા નજીક રોંગ સાઈડમાં આવેલી મારુતિ કારે ઓટો રિક્ષાને અડફેટે લીધી
November 23, 2024 11:11 AMયુનિવર્સિટી ઓફ લંડનની સાથે કામ કરશે એઈમ્સ અને આઈઆઈટી દિલ્હ
November 23, 2024 11:01 AMદ્વારકા જિલ્લામાં તા. 14 ડિસેમ્બરના રોજ લોક અદાલત
November 23, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech