ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં કરશે આત્મસમર્પણ : ટ્રમ્પ ટાવર પાસે પોલીસ ખડકાઈ

  • April 04, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મહાભિયોગની કાર્યવાહીનો સામનો કરવા પ્રાઈવેટ જેટ દ્વારા ન્યૂયોર્ક પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ




અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવણીના કેસમાં આજે કોર્ટમાં આત્મસમર્પણ કરી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ સોમવારે તેમના વતન માર-એ-લાગોથી ખાનગી વિમાન દ્વારા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. જે બાદ ટ્રમ્પ હવે આજે મેનહટન કોર્ટમાં હાજર થશે.




ન્યૂઝ એજન્સી અનુસાર, અમેરિકાનાપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેનહટનના 5મા એવન્યુ પર આવેલા ટ્રમ્પ ટાવરમાં રોકાયા હતા.. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જેમણે ફોજદારી ટ્રાયલનો સામનો કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટાવર પહોંચે તે પહેલા ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરી દેવામાં આવી છે.




ડોનાલ્ડ ટ્રમ્પના આગમનના સમાચાર મળ્યા બાદ ટ્રમ્પ ટાવરની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ટ્રમ્પના આગમનના સમાચાર મળતા જ વિસ્તારમાં સમર્થકોનો જમાવડો પણ શરૂ થઈ ગયો હતો. ટ્રાયલની પ્રારંભિક કાર્યવાહીમાં કોર્ટ ટ્રમ્પ સામેના આરોપોને વાંચશે. જોકે, કોર્ટમાં સુનાવણી ખૂબ જ ટૂંકી થવાની ધારણા છે. સુનાવણી બાદ ટ્રમ્પ ફ્લોરિડા જઈ શકે છે. જ્યાં તેમનો પોતાનો રિસોર્ટ છે.




ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવાના તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમણે કોઈ ખોટું પેમેન્ટ કર્યું નથી.ટ્રમ્પ અને તેમની પાર્ટીના સહયોગી નેતાઓ પણ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મહાભિયોગના કેસનો લાભ લેવા માંગશે. સમર્થકો વચ્ચે આ મુદ્દો ઉઠાવી શકે છે અને તેનો રાજકીય લાભ પણ લઈ શકે છે. ટ્રમ્પના આત્મસમર્પણ પહેલા, તેમની ટીમે દાવો કર્યો છે કે, ટ્રમ્પ સામે દાવો દાખલ કર્યાના માત્ર 24 કલાકની અંદર, તેઓએ 4 મિલિયન યુએસ ડોલરથી વધુ એકઠા કર્યા છે. ભવિષ્યમાં પણ વધુ પૈસા મળશે.



અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના તમામ હરીફો કરતાં આગળ છે. તેમની પાર્ટીના લગભગ 48 ટકા નેતાઓ તેમને ઉમેદવાર બનાવવા ઈચ્છે છે. ટ્રમ્પ જે પ્રાઈવેટ પ્લેન દ્વારા ન્યૂયોર્ક પહોંચ્યા હતા તે લાલ, સફેદ અને વાદળી રંગે રંગાયેલ છે અને તેના પર મોટા અક્ષરોમાં ટ્રમ્પ લખેલુ છે. વિમાનની છેલ્લે અમેરિકન ધ્વજનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application