જામનગરના તબીબોને સેવાકીય ખામી બદલ રૂ. ૩૩.૭૦ લાખનું વળતર ચૂકવવા હુકમ

  • March 21, 2023 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રહેતા પરેશભાઈ શંભુભાઈ પટેલની પત્નિ જયોત્સનાબેન પરેશભાઈ પટેલને પેટમાં દુ:ખાવાની તકલીફ થતા જામનગરની જાણીતી વિકલ્પ હોસ્પીટલના ડોકટર કલ્પનાબેન ભટૃની સારવાર લેતા હતા અને તેઓએ જણાવેલ કે, જયોત્સનાબેનના પેટમાં ગર્ભાશયની અંદર એક ગાંઠ છે તે દુર કરવી જોઈએ અને ડોકટર કલ્પાનાબેન ભટૃે ઓપરેશન કરવાની સલાહ આપેલ અને તા. ૧-૧-ર૦૧પ ના જયોત્સનાબેનને વિકલ્પ હોસ્પીટલમાં દાખલ કરેલ અને તા. ર-૧-ર૦૧પ ના સવારે ૯:૩૦ કલાકે ઓપરેશન થીયેટરમાં લઈ જવામાં આવેલ અને ત્યારબાદ ગંભીર અવસ્થામાં અન્ય હોસ્પીટલમાં દાખલ કરેલ, આમ ડોકટર કલ્પનાબેન ભટૃ તથા એનેસ્થેટીસ ડોકટર રાકેશ દોશીની સેવાકીય ખામી તથા બેદરકારીના કારણે જયોત્સનાબેન પરેશભાઈ પટેલનું અવસાન થયેલ જેથી પરેશભાઈ શંભુભાઈ પટેલ દ્વારા રાજય ગ્રાહક ફોરમમાં વિકલ્પ હોસ્પીટલના ડોકટર કલ્પનાબેન ભટૃ, ડોકટર રાકેશ દોશી સામે બેદરકારી તથા સેવાકીય ખામી સબબ રૂ. ૪૪,૬૦,૬૬૯/- વસુલ મળવા રાજય ગ્રાહક ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ.


ઉપરોક્ત ફરીયાદ રાજય ગ્રાહક ફોરમ સમક્ષ્ા ચાલી જતાં ફરીયાદી પરેશભાઈ શંભુભાઈ પટેલના વકીલોની મુખ્ય રજુઆતો પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર કોઈ જ ગાંઠ કાઢવામાં આવેલ જ નથી. ગર્ભાશયના કોઈપણ ભાગે ગાંઠ કાઢવા માટે સાધન ટચ થાય અને તેના નિશાનચિન્હ અસર વર્તાય તેવી કોઈ અસર નિશાન કે ચિન્હ રીપોર્ટ મુજબ જોવા મળેલ નથી. લેપ્રોસ્કોપી ઓપરેશનની કાર્યવાહી માટે એનેસ્થેસીયા લેપ્રોસ્કોપી માટે પેટમાં ગેસ ભરવામાં આવ્યો અને લેપ્રોસ્કોપી સર્જરી દરમ્યાન દર્દી શોકમાં આવી ગયેલ અને છેટ સુધી શોકમાં જ રહેલ, પ્રથમ લેપ્રોસ્કોપી સર્જરીની કાર્યવાહી દરમ્યાન દર્દીની હાલત ગંભીર થઈ ગયેલી અને દર્દીની સ્થિતિમાં સુધારો ન હોવા છતાં લેપ્રોસ્કોપી પડતું મુકી સર્જરી કરવામાં આવેલી હતી.


તે રીતે બીજી વખત સર્જરી દેખાડવા પેટના ભાગે કાંપો મુક્વામાં આવેલ જે પી.એમ. રીપોર્ટ પરથી સ્પષ્ટ થયેલ. આમ વિકલ્પ હોસ્પીટલના ડોકટર કલ્પનાબેન ભટૃ તથા ડોકટર રાકેશ દોશીની બેદરકારીના કારણે જ જયોત્સનાબેનનું અવસાન થયેલ છે. ઉપરોક્ત તમામ દલીલો તથા રજુ કરેલ જજમેન્ટો ધ્યાને લઈ રાજય ગ્રાહક ફોરમ દ્વારા ફરીયાદી પરેશભાઈ શંભુભાઈ પટેલની ફરીયાદ મંજુર કરેલ અને ડોકટર કલ્પનાબેન ભટૃ તથા ડોકટર રાકેશ દોશીને રૂ. ૩૩,૭૦,૦૦૦/- અરજીની તારીખ ર૮-૯-ર૦૧પ થી વાર્ષ્ક ૧૦% વ્યાજ સાથે ફરીયાદી પરેશભાઈને ચુક્વવાનો હુકમ કરેલ તથા ફરીયાદ ખર્ચના રૂ. રપ,૦૦૦/- ચુક્વવાનો ઐતિહાસિક હુકમ રાજય ગ્રાહક ફોરમે ફરમાવ્યો છે.


આ કેસમાં ફરીયાદી પરેશભાઈ શંભુભાઈ પટેલ તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, મીત પાનસુરીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ્ા જે. ઉમરેટીયા રોકાયેલા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application