ભારતમાં નાઇટ શિટ ડુટી કરતા એક તૃતીયાંશ ડોકટરો અસુરક્ષિતતા અને અસલામતી અનુભવે છે, જેમાં મોટાભાગની મહિલાઓનો સમાવેશ થાય છે. આઈએમએના અભ્યાસમાં આ વાત સામે આવી છે. આઈએમએએ દાવો કર્યેા હતો કે તે ૩,૮૮૫ વ્યકિતગત પ્રતિભાવોના આધારે આ વિષય પરનો ભારતનો સૌથી મોટો અભ્યાસ છે. એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક ડોકટરો પોતાની સુરક્ષા માટે પોતાની સાથે હથિયાર રાખવાની જર અનુભવે છે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્રારા તાજેતરમાં કોલકાતામાં એક તાલીમાર્થી તબીબ પર થયેલા કથિત બળાત્કાર અને હત્યાની પૃભૂમિમાં ડોકટરોની રાત્રિ શિટ દરમિયાન સલામતીની ચિંતાઓનું મૂલ્યાંકન કરવા માટે ઓનલાઈન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું છે કે ૪૫ ટકા ડોકટરો પાસે નાઇટ શિટ દરમિયાન ડુટી મ નથી.
ડયુટી રૂમ અપૂરતા,એક તૃતીયાંશ રૂમમાં એટેચ્ડ બાથરૂમ પણ ન હોવાનું ખુલ્યું
સર્વેક્ષણમાં ૨૨થી વધુ રાયોના ઉત્તર દાતાઓનો સમાવેશ થાય છે, જેમાંથી ૮૫ ટકા ૩૫ વર્ષથી ઓછી વયના હતા યારે ૬૧ ટકા ઈન્ટર્ન અથવા અનુસ્નાતક તાલીમાર્થીઓ હતા. ૨૦–૩૦ વર્ષની વયના ડોકટરોમાં સલામતીની સૌથી ઓછી ભાવના હતી અને આ જૂથમાં મોટાભાગે તાલીમાર્થીઓ અને અનુસ્નાતકોનો સમાવેશ થાય છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ભીડ, ગોપનીયતાના અભાવ અને ખૂટતા તાળાઓને કારણે ડુટી મ ઘણીવાર અપૂરતા હતા અને ઉપલબ્ધ ડુટી મમાંથી એક તૃતીયાંશ મમાં એટેચ્ડ બાથમ નથી.
રાષ્ટ્ર્રપતિએ પણ નારાજગી વ્યકત કરી છે
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજની ઘટના મુદે રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુએ નારાજગી વ્યકત કરી મહિલાઓ સામેના ગુનાઓને રોકવા માટે આહવાન કયુ હતું અને કહ્યું હતું કે 'બહત્પ થઈ ગયું છે, હવે સમય આવી ગયો છે કે ભારત મહિલાઓ સામેના ગુનાઓની 'વિકૃતતા' સામે જાગૃત થાય અને દુવ્ર્યવહાર કરતી માનસિકતા સામે લડે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech