શું તમે જાણો છો? અનેક ગુણોથી ભરપુર ખીચડી ખાવાનાં ફાયદાઓ વિશે

  • September 05, 2024 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોટા ભાગનાં ઘરોમાં રાત્રીના ભોજનમાં ખીચડીને બનાવવામાં આવે છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે.. ખિચડીને રાષ્ટ્રીય ફૂડ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે ખિચડી ખાવાના ફાયદા જાણો અને આયુર્વેદમાં તેનું શું મહત્વ જણાવવામાં આવ્યુ છે. ઘણા લોકોને ખિચડી ખાવાનું પસંદ નથી હોતું પરંતુ જો તમે આના ફાયદા જાણી લેશો તો આજથી જ ખિચડી ખાવાનું શરૂ કરી દેશો.


તબિયત ખરાબ થઈ હોય તો કંઈક હલકો ખોરાક ખાવો હોય તો ખિચડી સૌથી સરળ વિકલ્પ છે. જે ઝડપથી પાચન થઈ જાય છે સાથે જ કેટલીક પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.


ખિચડી એક એવુ વ્યંજન છે જેને બનાવવામાં ઓછામાં ઓછા તેલનો ઉપયોગ થાય છે. જે કારણથી સરળતાથી પચી જાય છે. ડૉક્ટર પણ દર્દીઓને ખીચડી ખાવાની સલાહ આપે છે.


હલ્કો ખોરાક ખાવાનું કારણ આમાં ફેટનું પ્રમાણ ઓછુ હોય છે. તેની સાથે જ ખીચડી ખાવાથી શરીરમાં આળસ પણ આવતી નથી. આમ તો ખીચડીમાં મગની દાળ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો તમે આને સ્વાદિષ્ટ બનાવવા ઈચ્છો તો આમાં લીલી શાકભાજી નાખી શકો છો. આયુર્વેદમાં ખિચડીને બુનિયાદી ખાણુ કહી શકાય છે. આમાં શરીરના ત્રણ દોષ- વાત, પિત્ત અને કફને બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે. ખીચડી બનાવતી વખતે મગની માત્ર વધારે રાખવી જોઈએ. આ કારણસર ખિચડીને ત્રિદોષિત ખાણું કહી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application