કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની માફી નકારી કાઢી, જાણી જોઈને મામલાને ઢાંકી દેવાનો કેન્દ્ર સરકાર પર મુક્યો આરોપ
પતંજલિ આયુર્વેદ દ્વારા કોરોનાની દવા કોરોનિલને લઈને આપવામાં આવેલી ભ્રામક જાહેરાતોના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે ફરીથી કડક વલણ દાખવ્યું છે. કોર્ટે આ કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની માફી નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આંધળા નથી, અમે આખી વાત જોઈ અને સમજી રહ્યા છીએ. કોર્ટે બાબા રામદેવ અને પતંજલિની માફી માંગતી બીજી એફિડેવિટને ફગાવી દીધી અને કહ્યું કે તમે અવગણનાની કાર્યવાહી માટે તૈયાર રહો.
કોર્ટે કહ્યું કે અમે તમારી સાથે સહમત નથી. અમે આ માફીનો અસ્વીકાર કરીએ છીએ. તેના પર બાબા રામદેવ અને પતંજલિનો પક્ષ રજૂ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમને 10 દિવસનો સમય આપો અને પછી આગામી સુનાવણીમાં વાત કરીએ. યોગ ગુરુ રામદેવ આ મામલે પહેલા જ માફી માંગી ચૂક્યા છે અને કોર્ટમાં કહ્યું હતું કે તેઓ આ જાહેરાતો પર પ્રતિબંધ લગાવશે. આ પછી પણ આ જાહેરાતો ચાલુ રહી, જેના પર કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માફી કાગળ પર છે. તે પછી તમે વસ્તુઓ ચાલુ રાખી. અમે હવે તમારી માફીનો અસ્વીકાર કરીએ છીએ અને આગળની કાર્યવાહી માટે તૈયાર છીએ.
એટલું જ નહીં, બેન્ચમાં સામેલ જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે અમે અંધ નથી. તેના પર પતંજલિનો બચાવ કરતા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે લોકો ભૂલો કરે છે. આ દલીલના જવાબમાં ખંડપીઠે કહ્યું કે જો લોકો ભૂલ કરે છે તો તેનું પરિણામ પણ તેઓ ભોગવે છે. અમે આ મામલે એટલી નમ્રતા નહીં દાખવીએ. કોર્ટની કાર્યવાહી શરૂ થતાં જ મુકુલ રોહતગીએ બાબા રામદેવનું નિવેદન વાંચ્યું અને કહ્યું કે તેઓ કોઈપણ શરત વિના માફી માંગે છે. જસ્ટિસ કોહલીએ પણ કેન્દ્ર સરકાર પર કડકાઈ દાખવતા કહ્યું કે તમે જાણી જોઈને આ મામલાને ઢાંકી દીધો અને તમારા અધિકારીઓએ આ મામલે કંઈ કર્યું નથી.
કેન્દ્ર સરકારે પણ આજે આ મામલે એફિડેવિટ દાખલ કરી છે. સરકારે કહ્યું કે અમે આ ભ્રામક જાહેરાતો વિશે પતંજલિ આયુર્વેદને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે અને જ્યાં સુધી આયુષ મંત્રાલય દ્વારા કોરોનિલની તપાસ ચાલી રહી છે ત્યાં સુધી આગળ ન વધવા કહ્યું છે. એટલું જ નહીં, સરકારે કહ્યું કે અમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મામલે પગલાં લેવા કહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMજામનગરનો વિસ્તાર વધતા પીવાના પાણીની જરૂરિયાતમાં વધારો
December 18, 2024 06:54 PMજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech