ટીવી અભિનેત્રી દલજીત કૌર છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જીવનને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા દલજીત તેના બીજા પતિનું ઘર છોડીને મુંબઈ આવી ગઈ હતી. દલજીતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોને જાણ કરી હતી કે નિખિલ પટેલ સાથે લગ્ન જીવન બરાબર નથી ચાલી રહ્યું. તેણે તેના પતિ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો. આ બધાની વચ્ચે નિખિલ પટેલ તેની ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ ઉજવવા મુંબઈ આવ્યો છે.
પત્ની દલજીત કૌરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ મનાવવા મુંબઈ આવેલા નિખિલ પટેલ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે. અહેવાલ મુજબ, અભિનેત્રીએ 2 ઓગસ્ટે મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને કલમ 316 (2) હેઠળ નિખિલ વિરુદ્ધ FIR નોંધાવી છે. કલમ 85 હેઠળ જો કોઈ મહિલા તેના પતિ અથવા સાસરિયાઓ દ્વારા ક્રૂરતાનો શિકાર બને છે તો તેને 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. કલમ 316 (2) છેતરપિંડી માટે સજાની જોગવાઈ કરે છે.
FIR દાખલ કર્યા બાદ દલજીતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. દલજીતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુંબઈ પોલીસ અધિકારીઓ અને લેડી કોન્સ્ટેબલોનો આભાર માન્યો છે. દલજીત અને નિખિલ પટેલના આ બીજા લગ્ન હતા. આ લગ્ન પહેલા દલજીત ટીવી એક્ટર શાલીન ભનૌત સાથે પરિણીત સંબંધમાં હતા. વર્ષ 2015માં તેણે શાલિન ભનૌતથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. શાલીન અને દલજીતને એક પુત્ર પણ છે જે તેની માતા દલજીત સાથે રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતનું વિમાન તોડી પાડવાના પાકિસ્તાનના દાવાનો પર્દાફાશ, પુરાવા માંગ્યા તો આવું કર્યું
May 08, 2025 02:43 PMપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech