ધોરાજી: હનીટ્રેપના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા

  • December 01, 2023 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બળજબરીથી પૈસા કઢાવવા આરોપીઓએ પૂર્વયોજીત કાવત‚ રચી ફરિયાદીને લગ્ન કરવા માટે સ્ત્રી બતાવી તેની સાથે મળવા માટેની જગ્યા નકકી કરી ફરિયાદીને આ કામના મહિલા આરોપી નં.૩ યાસ્મીનબેન જાહીદખાન પઠાણ, જાતે ત્યાં મળવા બોલાવતા, ફરીયાદી તે જગ્યા પર જતા આ જાહીદખાન હમીદખાન પઠાણ, જાતે -સિપાઈ જગાવાળા ચોરા, જેતપુર, જી.રાજકોટ તથા મહિલા આરોપી નુરમાબેન ઉર્ફે, કારીબેન ઉર્ફે પપુડી વા/ઓ ઈકબાલભાઈ બાબુભાઈ કુરેશી, તેણે ફરિયાદીના ફોટા પાડી વીડિયો ઉતારી ફરીયાદીના ફોટા અને વીડિયો વાયરલ કરવાની તથા બળાત્કાર કેસમાં ફીટ કરી દેવાના ભયમાં મુકી ફરીયાદી પાસેથી રૂ.૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) પડાવી અને આ કામે આરોપી ખૂનનો બનાવટી વીડિયો બનાવી ફરીયાદીને બતાવી ફરીયાદીને ફીટ કરી દેવાની ધમકી આપી બચવા માટે રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ) માંગતા ફરીયાદીએ આપી દેતા હજુ આ કેસમાંથી બચવા આરોપીઓ દ્વારા રૂ.૧૬,૦૦,૦૦૦ (૧૬ લાખ)ની માંગણી માટે અવાર-નવાર ફોન કરી અત્યાર સુધીમાં ફરીયાદી પાસેથી રૂ.૪,૦૦,૦૦૦ (ચાર લાખ) રોકડા તથા સુઝુકી કંપનીનું એવિનેશ બ્લુ બીટી મોટર સાઈકલ લેવા ડોકયુમેન્ટ લઈ લીધા હતા.


ગુન્હાના આરોપીઓ નાસ્તા ફરતા હોય જે આરોપીઓને પકડી પાડવા અશોકકુમાર યાદવ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જ તેમજ જયપાલસિંહ રાઠોડ, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય સુભના કરેલ હોય જે અનુસંધાને આર.એ.ડોડિયા નાયબ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય રાજકોટના એલ.સી.બી.પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા ધોરાજી સીટી પો.સ્ટે.ના પોલીસ ઈન્સ.એ.બી.ગોહીલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ ચાલુ કરેલ અને હ્મુમન સોર્સ તથા પોકેટ કોપ દ્વારા સર્ચ કરતા માહિતી મળેલ કે ઉપરોકત આરોપીએ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે છે જેથી વેરાવળ ખાતે આરોપીઓની તપાસ કરતા ઉપરોકત ત્રણે આરોપીઓ હોય જેથી ત્રણે આરોપીઓને પકડી ધોરાજી સીટી પો.સ્ટે. લાવી કાયદેસરની કાર્યવહી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application