ધોનીની આ સલાહે શિવમ દુબેના પર્ફોમન્સને બનાવ્યું શાનદાર, પૂર્વ ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

  • January 16, 2024 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આક્રમક બેટિંગ અને સિક્સર ફટકારવાને કારણે ચર્ચામાં રહેનારા શિવમ દુબે વિશે એક મોટો ખુલાસો થયો છે. જીહા, પૂર્વ ભારતીય ક્રિકેટરે શિવમ દુબે વિશે ખુલાસો થયો છે. વાસ્તવમાં, શિવમ અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ટી20 શ્રેણીની પ્રથમ બે મેચમાં જોરદાર અડધી સદી ફટકારીને ચર્ચામાં છે. ક્રિકેટપ્રેમીઓ તેને 2024 ટી20 વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવાની માંગ કરી રહ્યા છે. દુબેની ખાસિયત એ છે કે તે બેટિંગની સાથે બોલિંગ પણ સારી કરી લે છે.


અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ટી20 શ્રેણીની પ્રથમ બે મેચના શાનદાર દેખાવ માટે શિવમ દુબે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અભિનવ મુકુંદે દાવો કર્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શિવમ દુબેને ટૂંકા બોલ પર મોટા શોટ ન રમવાની સલાહ આપી હતી. આ જ કારણ છે કે શિવમ દુબે આઇપીએલ 2023માં સારું પ્રદર્શન કરી શક્યો અને હવે તે ભારત માટે પણ ઝડપથી રન બનાવી રહ્યો છે.


ભૂતપૂર્વ ક્રિકેટર અભિનવ મુકુંદે એમ પણ જણાવ્યું હતું કે, "એમએસ ધોનીએ શિવમ દુબે સાથે વાત કરી હતી. ધોનીએ કહ્યું હતું કે કોઈ મોટું કામ કરવાની જરૂર નથી. માત્ર ટૂંકા બોલ પર મોટા શોટ રમવા જોઇએ નહી." આ સાથે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે જણાવ્યું હતું કે એક મિત્રએ તેને આ માહિતી આપી હતી.


આપને જણાવી દઇએ કે જોરદાર પ્રદર્શન બાદ શિવમ દુબેએ પણ કહ્યું હતું કે, "આનો શ્રેય ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોનીભાઈને જાય છે. માહી ભાઈએ મારામાં રહેલા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને બહાર કાઢયું. તેણે હંમેશા મને પ્રોત્સાહિત કર્યો. તેણે મારામાં પૂરો વિશ્વાસ દર્શાવ્યો. આ સાથે જ તેણે કહ્યું હતું કે, સ્ટીફન ફ્લેમિંગ અને માઈક હસીને પણ મારા પર વિશ્વાસ રાખ્યો" આમ, ભૂતપૂર્વ ક્રિકેટરે શિવમ દુબે માટે ખુલાસો કર્યો છે. જેમાં ધોનીએ શિવમ દુબેને સલાહ આપતા તેના પર્ફોમન્સ પર સારી અસર પડી છે અને આ તરફ શિવમ દુબે પણ તેના શાનદાર દેખાવ માટેનો શ્રેય ધોનીને આપી રહ્યો છે.


આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાન સામે ટી20ની શ્રેણીમાં પ્રથમ ટી20માં 60 રન અને બીજી ટી20માં 63 અણનમ રન બનાવનાર શિવમ દુબે પણ મધ્યમ ગતિથી બોલિંગ કરે છે. શિવમ બંને મેચમાં ભારતની જીતનો હીરો રહ્યો હતો. તેણે બંને મેચમાં એક-એક વિકેટ પણ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application