મેન્ડેટ ન મળ્યું હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાતાની બેઠકમાં ડો.નેહલ શુક્લએ ફોર્મ ભર્યું, રાજકારણ ગરમાયું

  • July 20, 2023 08:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેટલાય દિવસથી ચાલતી અટકળોને અંત આવ્યો અને સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સેનેટની ચૂંટણીને જાહેર કરી દેવામાં આવી . રાજકોટમાં સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી સેનેટની ચૂંટણી આગામી 22 જુલાઇએ યોજાશે. 22 જુલાઇએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સેનેટ ચૂંટણી 9 બેઠકો માટે યોજાશે. આ સેનેટ ચૂંટણી ગ્રામિધાશાખા 1, પરફૉર્મિંગ આર્ટસ 1, આર્કિટેક્ચર 1, માધ્યમિક શાળાના શિક્ષકોની 2 અને આચાર્યોની 2 મળીને કુલ 9 બેઠક માટે યોજાશે.   



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોનરની મહત્વની બેઠક ગણાતી સેનેટ સભ્ય તરીકે ચૂંટણીફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જેમાં પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્ર દક્ષ ત્રિવેદી અને આરએસએસના જ્યોતીન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ ફોર્મ ભર્યું છે. ભાજપ સંકલન અને જેમના નામ આપ્યા તે મુજબ આ ફોર્મ ભરવામાં આવ્યું છે. જોકે મેન્ડેડ મળ્યું ન હોવા છતાં પણ પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને હાલના વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ડોક્ટર નેહલ શુક્લાએ ફોર્મ ભરતા ચર્ચા જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application