બાયજુસને જેણે અબજોની કિંમતની કંપની બનાવી તેને જ હટાવવાની માંગ 

  • February 24, 2024 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીઈઓ બાયજુ રવીન્દ્રન અને તેના પત્નીને શેરહોલ્ડર્સે કંપનીમાંથી બતાવ્યો બહારનો રસ્તો ; ફેમા હેઠળ દંપતી પર ચાલી રહી છે તપાસ 


દેશની સૌથી મોટી એડટેક સ્ટાર્ટઅપ બાયજુસની પરેશાનીઓ સતત વધી રહી છે. ઉપરાંત જે વ્યક્તિએ તેની શરૂઆત કરી અને કંપનીને અબજો ડોલરની પેઢી બનાવીને મોટી ઉંચાઈઓ પર લઈ ગયા, સીઈઓ બાયજુ રવીન્દ્રનને શેરહોલ્ડર્સ હવે કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.


બાયજુસની કટોકટી વચ્ચે શુક્રવારે કંપનીના શેરધારકોએ મિસ-મેનેજમેન્ટ અને નિષ્ફળતાઓને લઈને ઈજીએમ બોલાવી હતી અને તેમાં ખાસ વાત એ હતી કે ઈન્વેસ્ટર્સ પ્રોસસ, જનરલ એટલાન્ટિક અને પીક જેવા મોટા શેરધારકોએ બહાર નીકળવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અહેવાલ મુજબ, પ્રોસસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજની અસાધારણ સામાન્ય બેઠકમાં, શેરધારકોએ સર્વસંમતિથી મતદાન માટે મૂકેલા તમામ ઠરાવો પસાર કર્યા હતા. આમાં, બાયજુસમાં વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાપક બાયજુ રવિન્દ્રનને સીઈઓ પદ પરથી હટાવવા સહિતની તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઈજીએમ કંપનીના મુખ્ય રોકાણકારો દ્વારા બોલાવવામાં આવી હતી, તેઓએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ફેરફાર કરવા અને બૈજુ રવીન્દ્રનની પત્ની અને કંપનીના સહ-સ્થાપક દિવ્યા ગોકુલનાથ અને તેમના ભાઈ રિજુ રવિન્દ્રનને બોર્ડમાંથી હટાવવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો.


બાયજુસ રવિન્દ્રન અને તેમના પરિવારનો કોઈ સભ્ય આ ઈજીએમમાં હાજર રહ્યો ન હતો. ઇન્વેસ્ટર પ્રોસસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શેરધારકો અને મોટા રોકાણકારો તરીકે, અમને મીટિંગની માન્યતા અને તેમાં લેવાયેલા નિર્ણયો પર અમારી સ્થિતિ વિશે સંપૂર્ણ વિશ્વાસ છે, જે અમે હવે કર્ણાટક કર્ણાટક હાઈકોર્ટમાં રજૂ કરીશું. નોંધનીય છે કે અગાઉ એડટેક ફર્મ બાયજુસના ૪ રોકાણકારોએ ગેરવહીવટ અંગે એનસીએલટીમાં કેસ દાખલ કર્યો હતો અને રવિેન્દ્રનને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી હટાવવાની માંગ કરી હતી.


બાયજુસની ઈજીએમમાં, કંપનીના ૬૦% થી વધુ શેરધારકોએ કંપનીના સ્થાપક અને સીએઓ બાયજુ રવિન્દ્રન તેમજ તેમના પરિવારના સભ્યોને કંપનીના બોર્ડમાંથી દૂર કરવાના પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો. રોકાણકાર ફર્મ પ્રોસુસે પણ કંપનીનું મૂલ્યાંકન ૨૨ બિલિયન ડોલરથી ઘટાડીને ૫.૧ બિલિયન ડોલર કરી દીધું છે. બાયજુસની સ્થાપના ૨૦૧૧ માં રવિેન્દ્રન અને તેની પત્ની દિવ્યા ગોકુલનાથ દ્વારા કરવામાં આવી હતી. થોડા જ સમયમાં બાયજુ એક લર્નિંગ એપ તરીકે પ્રખ્યાત થઈ ગઈ.


રવિન્દ્રને પોતે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જે બાદ તેણે ૨૦૦૬માં વિદ્યાર્થીઓને ગણિતનું કોચિંગ આપવાનું શરૂ કર્યું. બાયજુની લર્નિંગ એપ વર્ષ ૨૦૧૫માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્ટાર્ટઅપ ૪ વર્ષમાં યુનિકોર્ન બની ગયું. આ એપમાં સૌથી મોટો ઉછાળો કોરોના સમયગાળા દરમિયાન જોવા મળ્યો જ્યારે શાળાઓ અને કોચિંગ બંધ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application