@aajkaldigitalteam
દેશભરમાં આગામી 22 જાન્યુઆરીએ ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દીવા પ્રગટાવવાની સાથે લોકોએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે પોતાના ઘરોને ભગવાન રામ અને હનુમાનજીના નામથી લખેલા ઝંડાઓથી સજાવટ કરવાની શરૂઆત કરી દીધી છે. તેનું કારણ એ છે કે બનારસની બજારોમાં રામ નામ લખેલા ભગવા ઝંડા અને કપડાંની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. માત્ર અયોધ્યાથી જ નહીં પરંતુ દૂર-દૂરના રાજ્યો તેમજ નેપાળમાંથી પણ આ ખાસ કપડાં માટે મોટી સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે.
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આ ધ્વજની માંગ એટલી વધી ગઈ છે કે તે માંગને પહોંચી વળવું મૂશ્કેલ બની ગયું છે. આ સ્થિતી ત્યાં સુધી પહોંચી ગઇ છે કે દુકાનદારો અને મોટા જથ્થાબંધ વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે. અહીંના વેપારીઓ એમ જણાવી રહ્યા છે કે, અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી તેમના વેપાર-ધંધાને સારો એવો ફાયદો થયો છે. અહીં તૈયાર કરવામાં આવતા ભગવા વસ્ત્રો પર રામ અને હનુમાનજીના નામ સાથેના ધ્વજ અને અન્ય કપડાં નવેમ્બર મહિનાથી જ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. વારાણસીની આસપાસના જિલ્લાઓ તેમજ છેવાડાના રાજ્યો અને છેક નેપાળમાંથી પણ આ માટે ખાસ ઓર્ડર મળ્યા હતા. જો કે હવે વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે કારણ કે મોટાભાગના લોકોની માંગ 22 જાન્યુઆરીની આસપાસ પૂર્ણ કરવાની છે.
મહત્વનું છે કે, વેપારીઓએ નવેમ્બર માસથી જ તૈયારી શરૂ કરી દીધી હતી પરંતુ તેમની અપેક્ષા કરતા વધુ સંખ્યામાં કપડાની માંગ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં આ પ્રકારના ખાસ કપડાંના આશરે 50 થી 60 થેલા વેચાઇ ગયા છે. જે વેપારીઓની અપેક્ષા કરતાં ખૂબ જ વધારે છે. ત્યારે એ વાત પણ અહીં સ્પષ્ટ થાય છે કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ તરફ ગ્રાહકો પણ ખરીદી માટે ઉત્સાહ દાખવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, વર્ષોની રાહ જોયા બાદ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. આ દિવસે સમગ્ર દેશમાં દીપોત્સવની ઉજવણીની તૈયારીઓ છે. ખાસ કરીને આપણે બધા આપણા વિસ્તારો અને ઘરોને ભગવા ધ્વજથી સજાવટ કરીશું. રામના નામ અને હનુમાનજીના નામ સાથે અંકિત કરેલા ધ્વજથી પણ આ દિવસે સજાવટ કરવામાં આવશે. આ શુભપ્રસંગે દીપ પ્રગટાવવાની સાથે ધ્વજ પણ છત પર લહેરાવવામાં આવશે. મહત્વનું છે કે ખાસ કપડાં ખરીદવા માટે બનારસની બજારોમાં મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech