વીજકર્મી સામે બદનક્ષીની ફરિયાદ

  • September 29, 2023 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના વીભાપર ગામે વસવાટ કરતાં શીવાભાઇ ઉર્ફે મુળજીભાઇ ભોજાભાઇ મકવાણાના રહેણાંકના સ્થળે પી.જી.વી.સી.એલ. જામનગરના હાપા ડીવીઝનના કર્મચારી ભીમશીભાઇ વેજાભાઇ પોપાણીયા બીલ્ડર્સના ઘેર વીજ જોડાણ ડીશ કનેકટ કરવા માટે ગયેલ હતાં, પરંતુસદરહુ જગ્યાએ સોલાર ‚ફ ટોપ લાગેલહોય, પી.જી.વી.સી.એલ.નું કોઇ લ્હેણી રકમ બાકી ન હોય, બીલ્ડર્સના પરીવારજનો દ્વારા ભીમશીભાઇ પોપણીયાને આ બાબત સમજાવા માંગતા હતાં. પરંતુ આ કર્મચારીએ પોતાની હોદાની રુએ બીર્લ્ડ શીવાભાઇ ઉર્ફે મુળજીભાઇ ભોજાભાઇ વગેરે ઉપર બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ.



બેડી મરીન પોલીસ દ્વારા તપાસ કરતાં સીસીટીવી કૂટેજના આધારે એવું સાબિત થયેલું કે, પી.જી.વી.સી.એલ.ના કર્મચારીએ બીલ્ડર્સ શીવાભાઇ ઉર્ફે મુળજીભાઇ ઉપર આઇ.પી.સી. કલમ વગેરે મુજબના આક્ષેપોવાળી જે ફરીયાદ દાખલ કરેલ છે. તે બીલ્ડર્સ શીવાભાઇ ઉર્ફે મુળજીભાઇ હકીકતે સ્થળ ઉપર હાજર જ ન હતાં અને આ ભીમશીભાઇ પોપણીયાએ ખોટી રીતે હાલના બીર્લ્ડ ઉપર ફરીયાદ દાખલ કરી દીધેલી છે. જેથી બેડી મરીન પોલીસ દ્વારા શીવાભાઇ સામે સમરી બી ફાઇલ કરી દીધેલ.


આમ, ભીમશીભાઇ વેજાભાઇપોપણીયાએ પુર્વગ્રહ રાખી, જામનગરના બીર્લ્ડ શીવાભાઇ મકવાણાની ખોટી રીતે બદનક્ષી થયેલ હોય અને પોતાની સામાજીક પ્રતિષ્ઠા તથા આબરુને ધકકો લાગેલ હોય, શીવાભાઇએ પી.જી.વી.સી.એલ.ના કર્મચારી ભીમશીભાઇ વેજાભાઇ પોપાણીયા સામે કોર્ટ સમક્ષ માનહાનીની ફરીયાદ દાખલ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે એડવોકેટ લતાબેન કે. ધોકાઇ રોકાયેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application