નવરાત્રિના પહેલા દિવસે દીપિકા પાદુકોણનો લેડી પોલીસ લૂક, એક્ટ્રેસ બનશે રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો નવો ચેહરો

  • October 15, 2023 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ અવસર પર બોલિવૂડની લેડી સ્ટાર દીપિકા પાદુકોણે પણ પોતાના ફેન્સને એક ખાસ ભેટ આપી છે.

અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ 'સિંઘમ અગેન'માંથી તેના કેરેક્ટરનો લુક શેર કર્યો છે, જેનું નામ શક્તિ શેટ્ટી છે. દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા છે, જેમાં અભિનેત્રીનો લુક પોલીસનો યુનિફોર્મ પહેરીને જોઈ શકાય છે. દીપિકા ગુંડા પર બેઠેલી જોવા મળે છે.

દીપિકાનો આ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દીપિકાની આ પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. ફેન્સથી લઈને સેલેબ્સ સુધી દરેક દીપિકાના લુકના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પતિ રણવીર સિંહ કેવી રીતે પાછળ રહી શકે? આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં દીપિકાએ લખ્યું, 'આગ લગા દેગી..' રણવીર ઉપરાંત રિતિક રોશન, જાહ્નવી કપૂર, ભૂમિ પેડનેકર સહિતના સ્ટાર્સે અભિનેત્રીના આ અવતારની પ્રશંસા કરી છે.

રોહિત શેટ્ટીની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની આ 5મી ફિલ્મ છે. આ પહેલા સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા અને સૂર્યવંશી આવી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application