જામકંડોરણામાં વરસાદનું કવરેજ કરી રહેલા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

  • July 01, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કોઇ દિવસ સાચુ લખશે નહીં તેમ કહી યુવાન સાથે બેફામ ગાળાગાળી કરી



જામકંડોરણામાં રહેતો યુવાન રીવરફ્રન્ટ પાસે વરસાદ અંગે કવરેજ કરતો હતો ત્યારે અહીં ગામમાં જ રહેતા શખસે આ આ કયારેય ચાચુ નહીં લખે તેમ કહી તેની સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે જામકંડોરણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.




બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જામકંડોરણામાં રહેતા અને વીડિયો શુટીંગ અને પત્રકારત્વ કરનાર પ્રવિણભાઇ જીવરાજભાઇ દોંગા(ઉ.વ ૪૨) દ્વારા જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ગામમાં જ રહેતા જયુભા ચૌહાણનું નામ આપ્યું છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે તે જામકંડોરણામાં ધોરાજી નાકા પાસે પ્રગટેશ્ર્વર મહાદેવના મંદિર પાસે વરસાદ અંગે રીવરફ્રન્ટમાં થયેલા નુકશાનનું કવરેજ કરતો હતો.



દરમિયાન જામકંડોરણામાં તાલુકા શાળા પાસે રહેતો જયુભા ચૌહાણ આવ્યો હતો અને તે જોર જોરથી કહેવા લાગ્યો હતો કે આ કોઇ દિવસ સાચુ સમાચારમાં લખશે નહીં ફકત ભાજપના જ વખાણ કરશે.જેથી યુવાને કહ્યું હતું કે અમે જે સત્ય હોઇ તે સમાચારમાં જણાવીએ છીએ જેથી જયુભા કહ્યું શું બોલ્યો તેમ કહી તેને બેફામ ગાળો આપી હતી.એટલું જ નહીં ધમકી આપી હતી કે,તને મારીને કયાંક નાખી દેવો પડશે અને તારો પતો પણ નહીં લાગે.જેથી આ અંગે યુવાને પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application