દરેડ ગામેથી માતા પિતાથી છુટી પડેલ ૪ વર્ષની બાળકીને તેના માતા પિતા સાથે મિલન કરાવતી પંચકોશી બી ડીવીઝન પોલીસ

  • January 13, 2023 09:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડ ગામેથી માતા પિતાથી છુટી પડેલ ૪ વર્ષની બાળકીને તેના માતા પિતા સાથે મિલન કરાવતી પંચકોશી બી ડીવીઝન પોલીસ


 જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ જામનગર જીલ્લામા ગુમ થયેલ બાળકોને તાત્કાલીક શોધી કાઢી તેના માતા પિતા સાથે મિલન કરાવવા સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક  ડી.પી.વાઘેલા સાહેબ જામ ગ્રામ્ય વિભાગનાઓ તથા સર્કલ પો.ઇન્સ.  એમ.આર.રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ જામ,પંચ.બી.ડીવી પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. એમ.એ.મોરી સાહેબ ની રાહબરી હેઠળ પો.સ્ટે ખાતે પો.સ્ટાફ હાજર હોય

તે દરમ્યાન પંચકોશી “બી” પોલીસ સ્ટેશન ખાતે રાહદારી માણસો એક ૪ વર્ષની બાળકી ને પો.સ્ટે લાવતા તે બહારની ભાષા બોલતી હોય તેમજ તે શુ બોલે છે તે બાબતે જાણવા મળતુ ન હોય જેથી અત્રે પો.સ્ટે ના એ.એસ.આઇ ડી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ. હિતેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ પોતાના સોર્સ દ્વારા છુટી પડેલ બાળકીના માતા પિતા બાબતે તપાસ કરતા બાળકીના પિતા હરિશંકર બાબુરામ રાજપુત ઉ.વ ૨૪ ધંધો મજુરી રહે. સળીયા ગામ તા.પીલીભીત જી.નુરીયા રાજ્ય યુ.પી હાલ રહે. દરેડ મુનાભાઇની ખોલીમા ૯૦ ખોલીની બાજુમા તા.જી.જામનગર વાળા તથા તેની પત્ની ગાયત્રી દેવી હરિશંકર રાજપુત રહે. સદર વાળા દરેડ ૯૦ ખોલી પાસેથી મળી આવેલ હોય જેઓને તેનાથી છુટી પડેલ બાળકી દિયાન્સી ઉ.વ ૪ વાળીનુ તેના માતા પિતા સાથે મિલન કરાવેલ હોય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application