ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના વિરોધમાં પડધરી બંધ

  • June 02, 2023 02:39 PM 


ઇન્સ્ટાગ્રામ પર મુકનાર શખસ સામે સામાજિક આગેવાનની ફરિયાદ પરથી ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ: હિન્દુ સમાજે મોટી સંખ્યામાં રેલી કાઢી પોલીસને આવેદન આપી સરઘસ કાઢવાની કરી માંગ




પડઘરીમાં ધાર્મિક લાગણ દુભાવતી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મુકનાર શખસ સામે અહીંના સામાજિક આગેવાન પ્રધ્યુમનભાઇ શાતા દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બનાવની ગંભીરતાને ધ્યાને લઇ એલસીબી તથા પડધરી પોલીસની ટીમે તાકીદે આરોપીને ઝડપી લીધો હતો.બીજી તરફ ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મુકનાર આ શખસ સામે રોષની લાગણી ફેલાઇ જવા પામી હોય તેના વિરોધમાં આજરોજ પડધરી બંધનું એલાન અપવામાં આવ્યું હતું.જેના પટલે બજારોમાં દુકાનો બધં રહી હતી.બનાવને લઇ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકોએ રેલી કાઢી પોલીસને આવેદન આપી આરોપી સામે સખતમાં સખત પગલાં લેવા માંગણી કરી હતી અને આરોપીનું સરઘસ કાઢવા માંગ કરાઈ હતી.





જાણવા મળતી વિગતો મુજબ,પડધરીમાં પાણીયારી શેરીમાં રહેતા સામજિક આગેવાન પ્રધ્યુમનભાઇ શંકરલાલાભાઇ શાતા(ઉ.વ ૭૧) દ્રારા પડઘરી પોલીસ મથકમાં નોંધાવાવમાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીંની મેમણ શેરીમાં રહેતા ફિરોજ આમદભાઇ સંધીનું નામ આપ્યું છે.જેના આધારે પડધરી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૧૫૩(ક),૨૯૫(ક),૫૦૫(૨) મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ફિરોજ સંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આઇ એમ સંધી ૩૧૩ પરથી ધાર્મિક લાગણી દુભાઇ તે રીતની અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાઇ દ્રેશભાવનાને પ્રોત્સહાન મળે,ઉશ્કેરાટ ફેલાઇ તેવી પોસ્ટ મુકી હોય જેથી આ ફરિયાદ નોંધાવી હતી.





બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ એલસીબી પીઆઇ  વી.વી.ઓડદરા તથા ટીમ અને પડધરી પોલીસ મથકના પીએસઆઇ એ.એસ.યાદવ તથા ટીમે આ મામલે તાકીદે તપાસ હાથ ધરી આ પોસ્ટ મૂકનાર શખસ ફિરોજ આમદભાઇ જેસાણી(ઉ.વ ૩૩) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.




બીજી તરફ આ ઘટનાને લઇ પડધરીમાં હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી.જેને લઇ આજરોજ પડધરી બંધનું એલાન આપવામાં આવ્યું હતું.આજરોજ સવારથી પડધરી મુખ્ય બજાર સહિતના વિસ્તારના વેપારી આ બંધના એલાનમાં જોડાયા હતાં.આજરોજ મોટી સંખ્યામાં હિન્દુ સામાજના લોકોએ રોષભેર રેલી કાઢી પોલીસ સ્ટેશને પહોંચી આ ઘટનાના વિરોધમાં આવેદન આપ્યું હતું.અને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવા માંગણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application