રૂા. ૧૧૦ કરોડનો ધ પબ્લિસિટી પિલર...

  • February 15, 2023 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાએ રૂા.૧૧૦ કરોડના ખર્ચે બનાવેલા સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજના પિલરની દીવાલો ઉપર પણ મફત પ્રચારનું પ્રદુષણ શ થઇ ગયું છે. અહીં રાતોરાત કોઇએ પોતાના પોસ્ટર અને સ્ટિકર ચિપકાવી દીધા છે. તસ્વીરમાં બ્રિજના પિલર ઉપર લગાવેલા પોસ્ટર અને સ્ટિકર દ્રશ્યમાન થાય છે. અગાઉ મહાનગરપાલિકાએ એવો નિયમ અમલી કર્યેા હતો કે જો પોસ્ટર કે સ્ટિકર ચિપકાવનાર શોધવા છતાં ન મળે તો તેમાં જેની જાહેરાત હોય તેને દડં ફટકારવાનો, પણ હવે આ નિયમ કાગળમાં રહી ગયો છે. જો મહાનગરપાલિકા આ પ્રવૃત્તિ સમયસર નહીં અટકાવે તો આગામી દિવસોમાં બ્રિજની દીવાલ નહીં દેખાય તેટલા પોસ્ટર અહીં જોવા મળશે તે દિવસો દૂર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application