ઇડી માલેગાંવ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે, તેને શંકા છે કે 255 પ્રાથમિક બેંક એકાઉન્ટ સંભવિત રીતે આતંકવાદી ભંડોળ સાથે જોડાયેલા છે. ઇડીને ઓપરેશન રિયલ કુબેર હેઠળ તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે તે એક સુવ્યવસ્થિત મની લોન્ડરિંગ નેટવર્ક છે, જેમાં ઘણી સેલ કંપ્નીઓનું વેબ બનાવવામાં આવ્યું છે અને તે રાજકીય લોકો સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે અને આડકતરી રીતે જોડાયેલ પણ છે.
ઇડી આ ખાતાઓના વ્યવહારોનું વિશ્લેષણ કરી રહી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ એકાઉન્ટ્સ હિંદુ યુવાનોના નામે છેતરપિંડીથી ખોલવામાં આવ્યા હતા, જેથી આતંકવાદી ગતિવિધિઓથી પ્રેરિત આ સમગ્ર ઓપરેશનને આવરી લેવામાં આવે અને શંકાની કોઈ શક્યતા ન રહે. ઉપરાંત, કુબેરના આ 255 ખાતાઓમાં મોટી રકમ એકઠી થઈ શકે છે અને તે હવાલા દ્વારા લોન્ડરિંગ થઈ શકે છે એટલું જ નહીં પરંતુ તેનો મોટો હિસ્સો રાજકીય રીતે પ્રેરિત શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે કથિત રીતે ઉપયોગમાં લઈ શકાય છે.
ઇડીની તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન તેમને એવા સંકેતો મળ્યા છે કે આ 1000 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ નેટવર્ક રાજકીય નેટવર્ક અને આતંકવાદી ફંડિંગ સાથે જોડાયેલું છે, જે અન્ય ઘણી નકલી અને સેલ કંપ્નીઓના ખાતામાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઇડીની તપાસમાં 255 પ્રાથમિક ખાતાઓથી સંબંધિત શંકાસ્પદ નાણાકીય પ્રવૃત્તિ મળી આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ 255 ખાતાઓમાં કથિત રીતે રાજકીય પક્ષના નેતાઓ સાથે જોડાયેલા ખાતાઓમાંથી નાણાં આવ્યા હતા. જેઓ પ્રત્યક્ષ કે આડકતરી રીતે ધાર્મિક રાજકારણ અને ભડકાઉ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. એજન્સી આ ખાતાઓમાં થયેલા વ્યવહારો અને આ ખાતાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે દેશભરના આ ખાતાઓમાંથી 379 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન વાતાવરણ તંગ બનાવવા અને સામાજિક અને ધાર્મિક પ્રચાર કરવા માટે કરવામાં આવ્યો હતો. જેમાં કાયદા વિરૂદ્ધ અને વ્યવસ્થાને બગાડવા માટે આ કરવામાં આવ્યું છે.
ઇડીની તપાસમાં એવા પુરાવા પણ મળ્યા છે કે જેમાં કથિત રીતે કેટલાક કટ્ટરવાદી સંગઠનો દ્વારા આ નાણાંનો ઉપયોગ ધાર્મિક પ્રચાર, હિંદુ અને મુસ્લિમો વચ્ચે મતભેદો ઉશ્કેરવા અને એસટી, એનટી અને ઓબીસી સંબંધિત રાજકીય અશાંતિને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો. ઇડી એ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો સાથે કથિત રીતે સંકળાયેલા કેટલાક લોકોની ઓળખ કરી હતી.
તપાસ દરમિયાન, ઇડી એ કેવાયસી વેરિફિકેશન માટે 255 બેંક ખાતાના ઘણા ખાતાધારકોને સમન્સ મોકલ્યા હતા અને ઘણા ખાતાધારકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, કેટલાક લોકોએ દાવો કર્યો છે કે તેમના ખાતામાં પૈસા જુગાર અને સટ્ટાબાજી સાથે સંકળાયેલા હતા.
તપાસ દરમિયાન, માલેગાંવ મની લોન્ડરિંગની એક મહત્વપૂર્ણ કડી ઇડી ની સામે આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે માલેગાંવના 19 બેંક ખાતા જેમાં 114 કરોડ રૂપિયા મની લોન્ડરિંગ માટે પહોંચ્યા હતા, તે સાથે જોડાયેલા છે. આ 255 ખાતા, જેમાં આ કુબેરના ખાતામાંથી માલેગાંવમાં મર્ચન્ટ કોઓપરેટિવ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના 19 ખાતામાં લગભગ 114 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ 19 ખાતા પકડાયેલા આરોપી સિરાજ મેમણ દ્વારા છેતરપિંડીથી ખોલવામાં આવ્યા હતા, જેના પર આ વ્યવહારો માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે. ઇડીની કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન, સિરાજ મેમણે ખુલાસો કર્યો હતો કે તેણે આરોપી નાગની, અકરમ મોહમ્મદ શફી અને આ મની લોન્ડરિંગ સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ, મેહમૂદ ભગાડ (ચેલેન્જર કિંગ અથવા તરીકે પણ ઓળખાય છે)ના કહેવા પર એકાઉન્ટ હેક કયર્િ હતા. આ કેસમાં ચેલેન્જર કિંગ હાલ ફરાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech