સાડા ચાર વર્ષમાં નકલી બિલિંગ કૌભાંડોમાં ૫૧૫%ના વધારા સાથે ૩૮,૨૪૫.૭ કરોડની જીએસટી ચોરી થઈ

  • January 01, 2024 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ની ચોરીમાં ૫૧૫%નો વધારો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ નબળું અનુપાલન અથવા નકલી બિલિંગ કૌભાંડોની તપાસમાં વધારો હોઈ શકે છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્રારા સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતમાં એપ્રિલથી ઓકટોબર સુધીના નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં . ૧૨,૦૬૬.૮ કરોડની કરચોરી નોંધાઈ હતી. જે ૨૦૨૨–૨૩ના નાણાકીય વર્ષમાં . ૧૦,૧૦૯.૭ કરોડની કરચોરી કરતા ૧૯.૩૬% વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦ દરમિયાન કરચોરી . ૧,૯૫૯.૭૪ કરોડ હતી. છેલ્લા સાડા ચાર વર્ષમાં રાયમાં . ૩૮,૨૪૫.૭ કરોડની જીએસટી ચોરી થઈ છે.

આની સામે, આ સમયગાળા દરમિયાન માત્ર ૨૪% – આશરે . ૯,૫૫૭.૨૨ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીના ક્રોત મુજબ વર્ષેાથી બહાર આવેલી ચોરીમાં વધારો થવાનું કારણ કાયદામાં પૂરતા સુધારાને આભારી છે. સૂત્રો મુજબ કર વિભાગ તેમજ કરદાતાઓ તરફથી સક્રિય પ્રતિસાદ પછી જીએસટી કાયદામાં નોંધપાત્ર ફેરફારો લાવવામાં આવ્યા છે. મોટાભાગના કરચોરી કરનારાઓએ પોલિસીમાં રહેલી છટકબારીઓનો લાભ લીધો છે. ટેકસમાંથી બચવા માટે નકલી બિલ મેળવવાની અને ઇનપુટ ટેકસ ક્રેડિટનો ગેરકાયદેસર દાવો કરવાની મોડસ ઓપરેન્ડી સમયાંતરે બદલાતી રહે છે, જેના કારણે વધુ ચોરી થાય છે.

તેઓએ એ પણ જાહેર કયુ કે કેવી રીતે જીએસટી ચોરી શોધવાની સિસ્ટમ વધુ સારી રીતે વિકસિત થઈ છે. રાયના વાણિિયક કર વિભાગના વરિ અધિકારીએ જણાવ્યું હતું કે, કાયદામાં નોંધપાત્ર ફેરફારોની સાથે, ટેકસ પેયર્સના રિટર્ન ફાઇલિંગ પેટર્નને શોધવા માટે ડેટા એનાલિટિકસનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આનાથી વિભાગના અધિકારીઓ કૌભાંડીઓને ઝડપથી પકડવામાં સક્ષમ બનાવે છે. જીએસટી રજિસ્ટ્રેશન આપતી વખતે બાયોમેટિ્રક વેરિફિકેશનને આધાર ઓથેન્ટિકેશન સાથે લિંક કરવાનો પાયલોટ પ્રોજેકટ ગુજરાતમાં અમલમાં છે. આ નકલી નોંધણીઓને અને ચોરી અટકાવવામાં અટકાવશે, રીકવરી રેટ વર્ષેાથી સતત ઘટી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી અધિકારીઓ કુલ કરચોરીમાંથી માંડ ૧૬.૭% વસૂલ કરી શકયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application