જામનગરમાં વધુ બે વ્યાજખોરો સામે નોંધાયા ગુના

  • January 18, 2023 08:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, જુદા જુદા લોકદરબારમાં ભોગ બનનારાઓએ ડર્યા વીના આગળ આવી ફરીયાદ કરવા આહવાન કરાયું છે દરમ્યાન ગઇકાલે સાત વ્યજ અંગે ફરીયાદ દાખલ થઇ હતી દરમ્યાનમાં વધુ બે વ્યાજની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે જેમાં માધવબાગના યુવાન દ્વારા અને સાધના કોલોનીના કટલેરીના વેપારી દ્વારા આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે.


જામનગરના સાંઢીયાપુલ પાસે આવેલ માધવબાગ-૧ ઘર નં. ૨૬/૨માં રહેતા પ્રાઇવેટ નોકરી કરતા હેમેન્દ્ર મહેશભાઇ મહેતા ઉ.વ.૪૦એ આરોપી ઘનશ્યામ પટેલ પાસેથી વર્ષ ૨૦૧૮માં રૂ. બે લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી તેના બદલામાં યુવાને આજ સુધી રૂ. ચાર લાખ જેટલી રકમ ચુકવી આપેલ હોવા છતા તેમની પાસેથી વધુ રૂપીયાની ઉઘરાણી કરી ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇ તેના નામે પીએનબી બેન્કમાં મકાનની રૂ. ૧૩.૭૫ લાખની લોન કરાવી હતી.


ફરીયાદીના દિ.પ્લોટવાળા મકાનના વેચાણ કરાર ભંગ અંગેની કોર્ટમાં ફરીયાદ કરી યુવાન સાથે છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કર્યો હતો, દરમ્યાનમાં હેમેન્દ્રભાઇ દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના દિવ્યમપાર્ક સોસાયટીમાં શિવપ્લાઝા બી-૫૦૨ ખાતે રહેતા ઘનશ્યામ મોહન પટેલની વિરુઘ્ધ ગુજરાત મનીલેન્ડસ અને આઇપીસી મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. 


અન્ય એક ફરીયાદમાં જામનગરના સાધના કોલોનીના વતની અને હાલ રાજકોટ ઝુલેલાલ મંદિર શેરી નં. ૨ ખાતે રહેતા કટલેરીના વેપારી જીતેન્દ્ર પરમાનંદભાઇ ગોપલાણી ઉ.વ.૪૪ એ ગઇકાલે સીટી-એમાં જામનગરના પવનચકકી ઢાળીયા પાસે રહેતા સંદીપ શેઠીયા, જયદીપ શેઠીયા, સાધના કોલોની બ્લોક એલ-૧૦૧માં રહેતા સુનિલ નાખવા અને વસંતવાટીકા ખાતે રહેતા મનિષ ધીરુ નાખવા આ ચારેયની વિરુઘ્ધ મનીલેન્ડસ એકટ મુજબ ફરીયાદ કરી હતી.


જેની વિગત મુજબ ફરીયાદીએ આોરપીઓ પાસેથી અલગ અલગ સમયે માસીક ૧૦ ટકાના વ્યાજે રૂપીયા લીધા હતા, જે વ્યાજ અને મુળરકમની બળજબરીથી પઠાણી ઉઘરાણી કરી જામીનગીરી માટે ફરીયાદી પાસેથી સિકયુરીટી પેટે સહીવાળા બેન્કના કોરા ચેકો લઇ અપશબ્દો કહયા હતા. ઉપરોકત બંને ફરીયાદ આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application