રાજકોટમાં જામશે ક્રિકેટ ફીવર : સયાજી હોટેલ ખાતે ઇન્ડિયન ક્રિકેટ ટીમને આવકારવા જોરશોરથી તૈયારીઓ, ક્રિકેટર્સ ગુજરાતી ભોજન સાથે ફાફડાનો લેશે આનંદ

  • September 22, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 27મી સપ્ટેમ્બરના રોજ વન-ડે મેચ રમાઈ રહ્યો છે. જેને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ તો ત્રણ વર્ષ બાદ વનડે મેચ રમવામાં આવશે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના બંને ખેલાડીઓ આગામી તારીખ 25મીએ રાજકોટ આવી પહોંચશે અને ત્યારબાદ 26 તારીખે પ્રેક્ટિસ સેશન રાખવામાં આવ્યું છે. બંને ટીમના આગમનને લઈને તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયા શહેરની સયાજી હોટેલ ખાતે રોકાશે જ્યારે કે ટીમ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ફોર્ચ્યુન હોટલ ખાતે રોકાણ કરશે.   

ભારતીય ટીમના ખેલાડીઓને આવકારવા માટે સયાજી હોટેલ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પ્રેસિડેન્સિયલ રોયલ સ્યુટ રૂમ, હાર્દિક પંડ્યા માટે એક્ઝિક્યુટિવ સ્યૂટ રૂમ તૈયાર કરાયા છે. આ સિવાય આ રૂમમાં 100 mbpsની વાઇફાઇ સ્પીડ સાથેની ઇન્ટરનેટ સુવિધા ખેલાડીઓને આપવામાં આવશે. 


ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટ પાથરી સ્વાગત કરાશે. તેમજ હોટલમાં ક્રિકેટર્સના ફોટો પણ લગાવવામાં આવ્યા છે. આગમન સમયે ફોટોવાળા ખેસ પહેરાવી કુમકુમ તિલક, રાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટરોને ગુજરાતી ભોજન પીરસવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application