ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા ફરમાવતી અદાલત

  • October 10, 2023 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના સ્ટોકીસ્ટના ૩૮ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી પરેશભાઇ દવેને જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.



કેશની વિગત મુજબ સુધાબેન ભુપતાણીના પુત્ર ઇલેશભાઇ ભુપતાણી કે જે રાજકોટમાં ધંધો કરે છે અને એરલડાઇટ કંપનીના રાજકોટ ખાતાના સ્ટોકીસ્ટ છે, આરોપી પરેશભાઇ પ્રવિણભાઇ દવે એકબીજા સાથે ઘણા વર્ષોથી પરિચયમાં  હોય તેમજ આરોપી ફરીયાદીના પુત્રના વ્યવસાય સાથે પણ સંકળાયેલ હોય, અને આરોપી હન્ટસમેન એરલડાઇટ કંપનીમાં એએસએમ તરીકે નોકરી કરતા હતા.



 ફરીયાદી પાસે એરલડાઇટ કંપનીનો આરોપીએ પોતાની રીકવાયરમેન્ટ મુજબ અલગ અલગ તારીખોએ માલ લીધેલ હતો. અને તે સબબ ખરીદ કરેલ માલ પેટે  ૧૯,૬૧,૮૯૮ તથા . ૧૮,૫૬,૯૧૨ એમ કુલ મળી ૩૮,૧૮,૮૧૦નો માલ લીધેલ હતો. જે પેટે આરોપીએ ૧૯.૬૧.૮૯૮ અને ૧૮.૫૬.૯૧૨ના આઇસીઆઇસીઆઇ બેંક રાજકોટ લી.ના ચેકો આપ્યા હતા.



તે મુજબ ફરીયાદીએ પોતાની બેંકમાં ચેક જમા કરાવતા તે ફંડ ઇન્શફીશીયન્ટના શેરા સાથે પરત ફરેલ હતો, ત્યાર બાદ ચેકો મુજબની રકમ દિવસ-૧૫માં પરત ચુકવી આપે તે મુજબની ફરીયાદીએ પોતાના વકીલ મારફત નોટીસો મોકલી હતી. જેનો કોઇ જવાબ આપેલ નહી અને માંગણી કરવા છતા ચુકવેલ નહીં. 
કેસ રાજકોટની એડીશ્નલ ચીફ જયુડી મેજીની કોર્ટમા ચાલી જતા ફરીયાદીના વકીલની તમામ દલીલો ઘ્યાને રાખી બંને ફરીયાદોમાં આરોપી પરેશભાઇ પ્રવિણભાઇ દવેને ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ ૨૫૫(૨) અન્વયે તેમજ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી છે ફરીયાદીને વળતર પેટે ૩૮.૧૮.૮૧૦ ની રકમ એક માસની અંદર ચુકવી આપવા તથા જો આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ. ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, રાજેશ કે. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશીપ પી ફટાણીયા, ઘ્વનીશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુન્દ્રા, અશ્ર્વીન એ. સોનગરા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application