દેશની પહેલી રેપિડ રેલ 'નમો ભારત' આજથી શરુ, જાણો શું છે ખાસિયત

  • October 21, 2023 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર પર ભારતની પ્રથમ 'રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ' નો 17 કિલોમીટર લાંબો ભાગ દેશને સમર્પિત કર્યો. આજથી (21 ઓક્ટોબર)થી દેશની પ્રથમ રેપિડ રેલની સુવિધા સામાન્ય લોકો માટે શરૂ થઈ ગઈ છે. 82.5 કિમી લાંબા દિલ્હી-મેરઠ RRTS કોરિડોરમાંથી, પ્રથમ 17 કિમી લાંબા સેક્શન પર સેવાઓ સવારે 6 વાગ્યે શરૂ થઈ હતી અને 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.


રેપિડ રેલની શરૂઆતથી, મેરઠથી દિલ્હીની મુસાફરી ઘણી સરળ બની ગઈ છે. અત્યાર સુધી લોકોને દિલ્હી પહોંચવા માટે કલાકો સુધી મુસાફરી કરવી પડતી હતી, પરંતુ હવે આ સેવા શરૂ થયા બાદ તેઓ મિનિટોમાં દિલ્હી જઈ શકશે. જોકે, આખો કોરિડોર હજુ શરૂ થયો નથી.

દિલ્હી-મેરઠ RRTS કોરિડોર પર હાલમાં પાંચ સ્ટેશન છે, જેમાં સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો સ્ટેશનનો સમાવેશ થાય છે. સાહિબાબાદથી દુહાઈ ડેપો સ્ટેશનનું અંતર 17 કિલોમીટર છે. હાલમાં આ રૂટ પર જ રેપિડ રેલ દોડશે. સાહિબાબાદથી દુહાઈ ડેપો જવા માટે રોડ માર્ગે 30 થી 35 મિનિટનો સમય લાગે છે. પરંતુ રેપિડ રેલ દ્વારા આ યાત્રા માત્ર 12 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે.


RapidX માં ભાડું રૂ. 20 થી શરૂ થાય છે. પ્રીમિયમ વર્ગનું ભાડું 40 રૂપિયાથી શરૂ થાય છે. સ્ટાન્ડર્ડ ક્લાસમાં સાહિબાબાદથી દુહાઈ ડેપો જવાની ટિકિટ 50 રૂપિયા છે, જ્યારે પ્રીમિયમ ક્લાસ માટે મુસાફરોએ 100 રૂપિયા ચૂકવવા પડશે. જે બાળકોની ઊંચાઈ 90 સે.મી.થી ઓછી છે તેમના માટે ટિકિટ મફત છે. મેટ્રોની જેમ જ ટિકિટ પણ ખરીદી શકાય છે. સ્ટેશન પર કાઉન્ટર અને ટિકિટ વેન્ડિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનમાં એક સમયે 1700 મુસાફરો મુસાફરી કરી શકે તેવી સુવિધા છે. પ્રીમિયમ કોચમાં રિક્લાઈનિંગ સીટ, કોટ હૂક, મેગેઝિન હોલ્ડર અને ફૂટરેસ્ટ જેવી સુવિધાઓ છે.


રેપિડએક્સની ઝડપ 180 કિમી પ્રતિ કલાક છે. પરંતુ તે માત્ર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે. આ ટ્રેન બિલકુલ બુલેટ ટ્રેન જેવી લાગે છે. લાંબા અંતરને ટ્રેન દ્વારા આરામથી કવર કરી શકાય છે. આ ટ્રેન શરૂ થવાથી હવે લોકોને બસની પરેશાનીનો સામનો કરવો નહીં પડે. આ ટ્રેનને 'નમો ભારત' નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પોતે આ માહિતી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application