કફ સિરપ અને ઓશીકું... CEO માતાએ હથિયાર વગર કરી ચાર વર્ષના પુત્રની હત્યા 

  • January 10, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોટલના રૂમમાંથી કફ સિરપની બે ખાલી બોટલો મળી, પોલીસ અધિકારીઓ મહિલાની વાર્તા સાથે સહમત નહી


ગોવા પોલીસ ચાર વર્ષના પુત્રની હત્યાના આરોપી માતા સુચના સેઠની સતત પૂછપરછ કરી રહી છે. આ હત્યાના રહસ્ય અંગે પોલીસે આજે કેટલાક ખુલાસા કર્યા છે. ગોવા પોલીસે જણાવ્યું કે જે રૂમમાં આરોપી માતાએ તેના પુત્રની હત્યા કરી હતી તે રૂમમાંથી કપ સિરપની બે બોટલ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે શક્ય છે કે આ પૂર્વયોજિત હત્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે બાળકનું મૃત્યુ ગૂંગળામણથી થયું છે એટલે કે કોઈ કપડા અથવા ઓશીકાની મદદથી હત્યા કરાઈ હોય તેવું અનુમાન છે. 


એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સર્વિસ એપાર્ટમેન્ટના રૂમની તપાસ દરમિયાન તેમને બે ખાલી કફ સિરપની બોટલો (એક મોટી અને બીજી નાની) મળી આવી હતી. અધિકારીએ કહ્યું, "અમે એ શક્યતાની તપાસ કરી રહ્યા છીએ કે શું મહિલાએ બાળકને મોતને ઘાટ ઉતારતા પહેલા તેને કફ સિરપનો ભારે ડોઝ આપ્યો હતો ? સર્વિસ એપાર્ટમેન્ટના સ્ટાફ સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મહિલાએ તેમને ઉધરસ હોવાનું કહીને તેમને કફ સિરપની એક નાની બોટલ ખરીદવાનું કહ્યું હતું."
​​​​​​​

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનામાં કોઈ સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે જ્યારે તેણી જાગી ત્યારે તેનું બાળક મૃત્યુ પામ્યું હતું. સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારીએ મહિલાની થિયરી સાથે અસહમતિ વ્યક્ત કરી છે. વધુ તપાસમાં બાળકની હત્યા પાછળનો હેતુ બહાર આવશે. અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે મહિલા અને તેનો પતિ અલગ થઈ ગયા હતા. મહિલા ઈચ્છતી ન હતી કે તેનો પુત્ર તેના પિતાને મળે. બાળકના પિતા વેંકટ રમણ, જે જકાર્તા (ઇન્ડોનેશિયા) હતા, તેઓ મંગળવારે રાત્રે ચિત્રદુર્ગના હિરીયુર પહોંચ્યા અને પોસ્ટમોર્ટમ પછી તેમના પુત્રનો મૃતદેહ લીધો. 


હિરીયુર તાલુક હોસ્પિટલના વહીવટી અધિકારી ડૉ કુમાર નાઈકે પત્રકારોને જણાવ્યું હતું કે, બાળકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જો કે હવે તારણો સામે આવ્યા છે કે યુવતીએ હાથ વડે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવું લાગતું નથી. બાળકનું ઓશીકું અથવા અન્ય કોઈ સામગ્રી વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હશે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મહિલા સુચના સેઠે કથિત રીતે ગોવામાં તેના પુત્રની હત્યા કરી હતી. આ પછી તે લાશને બેગમાં પેક કરીને ટેક્સીમાં કર્ણાટક લઈ ગઈ. તેની સોમવારે રાત્રે કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે ગોવા લાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application