અવકાશયાત્રી મોકલવા ભારત સાથે સહયોગ: બાઈડન

  • June 23, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડાયાબિટીસ જેવા રોગોના પરીક્ષણ અને સારવારની નવી રીતો તૈયાર કરવા સહયોગ કરશે




યુએસ પ્રમુખ જો બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા પછી કહ્યું હતું કે ભારત અને અમેરિકા વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્ર્રીય અવકાશ સ્ટેશન પર મોકલવા માટે જોડાણ કરશે.બાઇડને કહ્યું કે ભારત અને અમેરિકા વિકાસ માટે લગભગ દરેક માનવતાવાદી પ્રયાસોમાં સહયોગ કરી રહ્યા છે.





યુએસ પ્રમુખ જો બાઇડને કહ્યું કે કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોના પરીક્ષણ અને સારવારની નવી રીતો તૈયાર કરવા, માનવસહિત અવકાશ ઉડાન અને ૨૦૨૪ સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવા વગેરેમાં જોડાણ કરશે. તે જ સમયે, આર્ટેમિસ સંધિમાં સામેલ થવાના ભારતના નિર્ણયની જાહેરાત અંગે મોદીએ કહ્યું કે અમે અવકાશ સહયોગમાં એક નવું પગલું આગળ વધ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે જોડાણની અમર્યાદિત શકયતાઓ છે.





૧૯૬૭ની આઉટર સ્પેસ ટ્રીટી પર આધારિત આર્ટેમિસ સંધિ, નાગરિક  અવકાશમાં સંશોધનને માર્ગદર્શન આપવા માટે રચાયેલ બિન–બંધનકર્તા સિદ્ધાંતોનો સમૂહ છે. મંગળ અને અન્ય ગ્રહો પર અવકાશની શોધ કરવાના ધ્યેય સાથે, ૨૦૨૫ સુધીમાં ચદ્રં પર મનુષ્યને પરત કરવાનો યુએસની આગેવાની હેઠળનો પ્રયાસ છે.





તે જ સમયે, ભારત પ્રથમ માનવયુકત સ્પેસશીપ, ગગનયાન મોકલવાની યોજના બનાવી રહ્યું છે, જે ૨૦૨૪ ના અંતમાં અથવા ૨૦૨૫ ની શઆતમાં થઈ શકે છે. અગાઉ, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે નાસા અને ઇસરો આ વર્ષે માનવસહિત અવકાશ ઉડાન માટે વ્યૂહાત્મક માળખું વિકસાવી રહ્યા છે.




સેમિકન્ડકટરના ક્ષેત્રમાં અમેરિકન કંપનીઓ ભારતમાં સેમિકન્ડકટર સિસ્ટમના નિર્માણ માટે જોડાણ કરી રહી છે. ચિપ કંપની માઈક્રોન ટેકનોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માઈક્રોન ગુજરાતમાં ૨.૭૫ બિલિયનના કુલ રોકાણ સાથે સેમિકન્ડકટર ટેસ્ટિંગ અને એસેમ્બલી પ્લાન્ટ સ્થાપશે.માઈક્રોને કહ્યું કે તે બે તબક્કામાં વિકસાવવામાં આવનાર આ પ્લાન્ટ પર તેના વતી ૮૨૫ મિલિયનનું રોકાણ કરશે. બાકીની રકમ કેન્દ્ર અને રાય સરકારો દ્રારા રોકાણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application