ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વિવાદ થયો છે, જે પાકિસ્તાન શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના નવા સભ્યોના કારણે સામે આવ્યો છે. પાકિસ્તાન સરકારે પીએસજીપીસી સમિતિમાં ઘણા ખાલિસ્તાન સમર્થકોને સામેલ કર્યા છે. ભારત સરકારે આ અંગે સખત વાંધો ઉઠાવ્યો છે.
અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે તાજેતરમાં પીએસજીપીસીમાં ૧૩ સભ્યોને એન્ટ્રી આપી છે. જેમાં રમેશ સિંહ અરોરા, તારા સિંહ, જ્ઞાન સિંહ ચાવલા, સરવંત સિંહ, સતવંત કૌર, હરમીત સિંહ, મહેશ સિંહ, ભગવત સિંહ, સાહિબ સિંહ અને મમપાલ સિંહનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર ભારત સરકારનો મુખ્ય વાંધો રમેશ સિંહ અરોરાને લઈને છે. તે મનજીત સિંહ પિંકાની પત્નીનો ભાઈ છે. મનજીત સિંહ ૧૯૮૪માં શ્રીનગરથી લાહોર જઈ રહેલા પ્લેનના અપહરણમાં વોન્ટેડ છે.
આ ઉપરાંત તારા સિંહને લઈને પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તારા સિંહ લખબીર સિંહ રોડેની નજીકનો સભ્ય માનવામાં આવે છે. લખબીર સિંહ પ્રતિબંધિત ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (કેએલએફ) અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો ચીફ હતો. રોડે ગયા વર્ષે પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત મહેશ સિંહ પણ લખબીર સિંહની નજીક હોવાનો પણ આરોપ હતો. એટલું જ નહીં, નવી સમિતિના ૧૩ સભ્યોમાં સામેલ જ્ઞાન સિંહ ચાવલા અને ડૉ. મીમપાલ સિંહ પણ તેમની ભારત વિરોધી વિચારસરણી માટે જાણીતા છે.
પાકિસ્તાનમાં ઓઅન એક હિન્દુ ધર્માંતરિત શીખે આ નિમણૂંકો સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ 'પહેલી પેઢીના ધર્માંતરિત શીખ' છે. અરોરાને પાકિસ્તાનમાં પ્રતિષ્ઠિત 'સિતારા-એ-ઈમ્તિયાઝ' એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. પીએસજીપીસી સભ્યોએ જણાવ્યું કે ગયા વર્ષે આ લોકોએ પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલય સમક્ષ અપીલ કરી હતી કે ધર્માંતરિત શીખોની પ્રથમ પેઢીને પીએસજીપીસીના સભ્ય બનાવવા અને તેમને અન્ય કોઈ ધાર્મિક બાબતોનો હવાલો આપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech