પાકિસ્તાની પ્લેયરે વિરાટ કોહલીને સ્વાર્થી કહેતા થયો વિવાદ, અન્ય દેશોના ક્રિકેટર્સે આપ્યો વળતો જવાબ

  • November 07, 2023 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે વિરાટ કોહલી વિશે એવી ટિપ્પણી કરી છે, જે ભારતીય ચાહકોને સોયની જેમ ખૂંચી જશે. મોહમ્મદ હફીઝે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિશે એટલું કહ્યું કે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન પણ તેને સહન કરી શક્યા નહીં. માઈકલ વોને સોશિયલ મીડિયા પર મોહમ્મદ હાફીઝની ટીકા કરી છે અને તેની ટિપ્પણીને સંપૂર્ણ બકવાસ ગણાવી છે. વિરાટ કોહલીએ રવિવારે સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ મેચમાં પોતાના 35માં જન્મદિવસ પર અણનમ 101 રન બનાવીને ODIમાં સચિન તેંડુલકરની 49 સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. આ સદી સાથે તેણે ફરી સાબિત કર્યું કે તે વર્તમાન સમયમાં શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.


પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને સ્વાર્થી ક્રિકેટર કહી રહ્યો છે. મોહમ્મદ હફીઝે આ વીડિયોમાં કહ્યું, 'દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપ મેચની છેલ્લી ઓવરો દરમિયાન વિરાટ કોહલીની નજર ટીમ ઈન્ડિયા માટે મહત્તમ રન બનાવવાને બદલે તેની સદી પર હતી. વિરાટ કોહલીએ સદી પૂરી કરવા માટે મહત્તમ રન બનાવવાનું કોઈ જોખમ લીધું ન હતું. આ દરમિયાન મોહમ્મદ હફીઝે વિરાટ કોહલીને સ્વાર્થી ક્રિકેટર કહ્યો હતો.


ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝના આ શબ્દો સહન કરી શક્યા નહીં. માઈકલ વોને સોશિયલ મીડિયા પર જ મોહમ્મદ હાફીઝ પર પ્રહારો કર્યા છે. માઈકલ વોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર આ વીડિયો શેર કરીને મોહમ્મદ હાફીઝને યોગ્ય જવાબ આપ્યો છે. માઈકલ વોને (X) પર લખ્યું, 'વેલકમ મોહમ્મદ હાફીઝ! ટીમ ઈન્ડિયાએ શાનદાર ક્રિકેટ રમી છે અને આઠ ટીમોને હરાવી છે. વિરાટ કોહલીના ખાતામાં હવે 49 ODI સદી છે અને દક્ષિણ આફ્રિકા સામે તેની છેલ્લી સદી મુશ્કેલ પીચ પર આવી હતી. ટીમ ઈન્ડિયાએ 200થી વધુ રનથી જીત મેળવી હતી. આ સંપૂર્ણ બકવાસ છે ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application