આસારામના જીવન પર આધારિત મનોજ બાજપેયીની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સર્જાયો વિવાદ

  • May 10, 2023 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનોજ બાજપેયીની ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'નું ટ્રેલર રીલીઝ થયું છે.આ ફિલ્મ આશારામના વાસ્તવિક જીવન પર આધારિત હોવાથી આસારામના ચેરિટેબલ ટ્રસ્ટે નિર્માતાઓને નોટિસ મોકલી છે.તેમજ નોટીસ મોકલી ફિલ્મને રીલીઝ કરવા પર રોક લગાવા માંગ કરી છે.હવે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મ રીલીઝ થશે કે નહિ અને જો થશે તો હીટ રેશે કે નહિ.


મનોજ બાજપેયીની ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકોનું કહેવું છે કે આ ફિલ્મ આસારામના વાસ્તવિક જીવન પર આધારિત છે.


અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ તેના ટ્રેલર રિલીઝને લઈને વિવાદોમાં ફસાઈ ગઈ છે. હાલમાં જ મનોજે તેની આગામી ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'નું ટ્રેલર શેર કર્યું છે. આ ફિલ્મમાં, તેણે એક વકીલનું પાત્ર ભજવ્યું હતું, જે એક સ્વયંભૂ ગોડમેન સામે કેસ લડે છે, જેના પર એક સગીર પર બળાત્કારનો આરોપ છે. જે બાદ લોકોએ અનુમાન લગાવ્યું કે આ ફિલ્મ આસારામ પર આધારિત છે કારણ કે ફિલ્મમાં મનોજના પાત્રનું નામ પીસી સોલંકી છે, જે આસારામ સામે કેસ લડી રહેલા રિયલ લાઈફ વકીલનું પણ નામ છે.


હવે અહીંથી વિવાદ શરૂ થયો છે અને આસારામના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કોર્ટને ફિલ્મના પ્રમોશન અને રિલીઝને રોકવાની માંગ કરવામાં આવી છે. આસારામના વકીલોનું કહેવું છે કે આ ફિલ્મ માત્ર વાંધાજનક નથી પરંતુ તેમના અસીલ સામે અપમાનજનક ટિપ્પણી પણ કરે છે. જેના કારણે તેમના ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.


બીજી તરફ આ સમગ્ર મામલાને લઈને ફિલ્મના નિર્માતા આસિફ શેખનું કહેવું છે કે અમને નોટિસ મળી છે અને અમારા વકીલો નક્કી કરશે કે અમારું આગળનું પગલું શું હશે. ઉપરાંત, તેણે કહ્યું કે અમે પીસી સોલંકીની બાયોપિક બનાવી છે અને તેની પાસેથી તમામ અધિકારો લીધા છે. પરંતુ હવે જો કોઈ એવું કહે છે કે આ ફિલ્મ તેના પર આધારિત છે, તો અમે કોઈને કંઈપણ વિચારતા રોકી શકતા નથી. તેઓ જે માનવા માગે છે તે માનવા દો. જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તેમાં માત્ર સત્ય જ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application