કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસ પર 'અપમાન' અને 'ચારિત્ર્ય હત્યા'નો આરોપ લગાવીને તેમણે ગયા મહિને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું. ગુપ્તા દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
બીજેપીમાં જોડાયા પછી રોહન ગુપ્તાએ કહ્યું, "કેટલા વિરોધાભાસ હોઈ શકે છે? એક કોમ્યુનિકેશન ઈન્ચાર્જ છે, જેના નામમાં 'રામ' છે, તેમણે અમને કહ્યું કે જ્યારે સનાતન (ધર્મ)નું અપમાન થઈ રહ્યું હતું ત્યારે ચૂપ રહેવાનું... દેશના નામનો ઉપયોગ કરીને ગઠબંધન રચવામાં આવ્યું, પરંતુ તેમાં 'રાષ્ટ્રવિરોધી શક્તિઓ'નો સમાવેશ કરવામાં આવ્યો. એવી કઈ મજબૂરી છે કે જેના પર ખાલિસ્તાનીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તે કેજરીવાલ આજે તેમને સમર્થન આપી રહ્યા છે?"
ઉપરાંત પંજાબના પૂર્વ IAS અધિકારી પરમપાલ કૌર અને કેટલાક અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ તેમણે પિતાની નાદુરસ્ત તબિયતને ટાંકીને નામ પાછું ખેંચી લીધું હતું. થોડા દિવસો પછી તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી. લગભગ 15 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ ગુપ્તાએ કહ્યું કે તે દિશાહીન અને વિરોધાભાસથી ભરેલી છે, જેના કારણે તેની વિશ્વસનીયતા ઘટી છે.
તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ ન લેવા, નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો અને બતાવવાનો પ્રયાસ કર્યો કે કોંગ્રેસ કેવી રીતે વિરોધાભાસથી ભરેલી છે. ગુપ્તાએ 2047 સુધીમાં ભાજપના વિકસિત ભારતના એજન્ડાને ટેકો આપ્યો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરી હતી. તાજેતરમાં જ કોંગ્રેસના અન્ય પ્રવક્તા ગૌરવ વલ્લભ પણ ભાજપમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech