માળિયામાં વ્યાજખોરો બેફામ, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની ફરિયાદ

  • January 23, 2023 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયાના સુલતાનપુર ગામના રહેવાસી પટેલ ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાયા હોય જેમાં બે ઇસમોએ વ્યાજની પઠાણી ઉઘરાણીકરીને ખેડૂતને ધમકીઓ આપી બેન્કના કોરા ચેક લઈને હેરાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.માળિયાના સુલતાનપુર (વિશાલનગર) ગામના રહેવાસી ભુપતભાઈ ભગવાનજીભાઈ દશાડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આઠેકમાસ પૂર્વે તેના પુત્રની ધોરણ ૧૧-૧૨ સાયન્સની ફી ભરવાની હોય અને ખેતી કામમાં બિયારણ માટે પૈસાની જરૂરત હોવાથી કુટુંબી ભાઈરમેશ ગોરધન દશાડીયા રહે મોરબી વાળાને વાત કરી હતી જેથી તેના મિત્ર અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ રહે નાગડાવાસ વાળા વ્યાજેપૈસા આપે છે તેમ કહેતા નાગડાવાસના પાટિયા પાસે રામદેવ હોટેલે ગયા હતા અને અમુભાઈ રાઠોડને વાત કરતા ૨.૫૦ લાખ પાંચ ટકાલેખે લીધા હતા જેમાં રૂ ૫૦ હજાર ભાઈ રમેશભાઈને આપ્યા હતા જેના બદલામાં માળિયા બેંકના બે કોરા ચેક આપ્યા હતા અને દરમહીને રોકડ ‚ા. ૧૦,૦૦૦ વ્યાજના આપતા હતા
ત્રણેક મહિના પૂર્વે આરોપી અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડનો ફોન આવ્યો હતો જેમાં તેને રૂપિયાની જરૂરત છે એટલે વ્યાજે આપેલ રૂ ૨.૫૦લાખ પાછા આપજો કહેતા ફરિયાદીએ હાલ પૈસાની વ્યવસ્થા નથી કહેતા તું ગમે તેમ કર મને મારા પૈસા આપ કહ્યું હતું જેથીભુપતભાઈએ પોતાની કાર જીજે ૦૩ ઈઆર ૭૫૦૧ વાળી ૧.૨૦ લાખમાં વેચી અમુભાઈ રાઠોડને રૂપિયા આપ્યા હતા અને બીજા પેનેલતીલેખે રૂ ૪૦,૦૦૦ આપ્યા હતા છતાં અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હતા અને ગત તા. ૨૦ ના રોજ ભત્રીજો હિતેશ વાસુદેવ દશાડીયા આરોપીને સમજાવવા જતા વ્યાજે આપેલ ‚પિયાની માંગણી કરી હતી


તેમજ દોઢેક વર્ષ પૂર્વે પૈસાની જરૂરીયાત હોવથી દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે મોરબી વાળા પાસે મોરબી ગાંધી ચોકમાં આવેલકરીયાણા દુકાન પાસેથી રૂ ૧.૫૦ લાખ ત્રણ ટકા લેખે લીધા હતા અને સાતેક મહિના પહેલા દેવીસીન્હને રોકડા રૂ. ૧ લાખ આપ્યા હતાચારેક મહિના પહેલા દેવીસિંહને રોકડા રૂ. ૫૫,૦૦૦ આપ્યા હતા અને વ્યાજના રૂપિયા આપવાના બી રહેતા હતા.
 જેથી તે અવારનવાર ફોનકરી વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હતા અને વ્યાજના ત્રણ ટકા નહિ પાંચ ટકા લેખે રૂ. ૧.૫૦ લાખ આપવાના છે વ્યાજના પૈસા નોભરાય તો તારું ટ્રેક્ટર મારા સંબંધી જયંતીભાઈ રામજીભાઈ ચારોલાના ઘરે મૂકી આવજે અને પૈસાની સગવડ થાય ત્યારે લઇ જજે કહ્યુંહતું અને ટ્રેક્ટરની ચોપડી લઇ ગયા હતા જેથી ટ્રેકટર જયંતીભાઈના ઘરે મૂકી આવેલ અને ગત તા. ૧૯ જાન્યુઆરીના રોજ ખેતી કામકરવાનું હોવાથી ટ્રેક્ટર લઇ આવ્યા હતા જેથી ધમકી આપવા લાગ્યા હતા
​​​​​​​
આમ આરોપી અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ રહે જુના નાગડાવાસ તા. મોરબી અને દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે મોરબી એમ બેઆરોપીએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application