જૂનાગઢમાં ઠંડીનો ચમકારો: ગિરનાર ઉપર ૯.૨ ડિગ્રી

  • December 09, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીનો  ચમકારો અનુભવાઈ રહ્યો છે એક જ દિવસમાં પારો છ ડિગ્રી નીચે ઉતર્યો છે શહેરમાં ૧૪.૨ અને ગિરનાર પર્વત પર પારો સિંગલ ડીજીટ સુધી ઉતરી ગયો છે. જૂનાગઢમાં ચાર દિવસ લઘુતમ તાપમાન વધારે નોંધાયા બાદ આજે પારો નીચે ગગડતા શહેરીજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.ગિરનાર પર્વત પર તાપમાનનો પારો સિંગલ ડીજીટ નજીક પહોંચ્યો છે જેથી પર્વત પર પ્રવાસીઓને વધુ ઠંડી અનુભવાઈ રહી છે. ગઈકાલે લઘુતમ તાપમાન ૨૦.૨ નોંધાયું હતું.જ્યારે આજે શહેરમાં ૧૪.૨, ભવનાથ તળેટીમાં ૧૨.૨, ગિરનાર પર્વતમાં ૯.૨ તાપમાન નોંધાયું હતું વાતાવરણમાં ભેજ ૬૦ ટકા અને ૩.૨ની ઝડપે પવન ફૂંકાયો હતો. ઠંડીના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુડાયેલા જોવા મળી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application