ફોર્મ મામલે સંઘર્ષ કરી રહેલા આ ખેલાડી પર કોચ રાહુલ દ્રવિડની ચાંપતી નજર, આગામી મેચ પહેલા 'સ્પેશિયલ સેશન'નું આયોજન

  • February 27, 2023 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. હાલમાં ટીમ ઈન્ડિયા 4 ટેસ્ટ શ્રેણીમાં 2-0થી આગળ છે. ભારતીય ટીમે નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં કાંગારૂઓને હરાવ્યા હતા. હવે બંને ટીમ ઈન્દોરમાં આમને-સામને થશે. જો કે ઈન્દોર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા ઘણો પરસેવો પાડી રહી છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલ માટે એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે કેએલ રાહુલને ખાસ ટિપ્સ આપી હતી.


શુભમન ગિલ નેટ્સ સેશનમાં પ્રથમ આવ્યો હતો. આ પછી બીજા ઘણા ભારતીય ખેલાડીઓ પહોંચ્યા હતા. આ પ્રેક્ટિસ સેશનમાં વિરાટ કોહલી, કેએસ ભરત અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ જોવા મળ્યા હતા. ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-0થી આગળ છે. ટીમ ઈન્ડિયાએ નાગપુર ટેસ્ટમાં કાંગારૂઓને ઈનિંગ અને 132 રને પરાજય આપ્યો હતો. જ્યારે દિલ્હી ટેસ્ટમાં રોહિત શર્માની ટીમે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ શ્રેણીની ત્રીજી મેચ રવિવારથી ઈન્દોરમાં રમાશે. આ સિવાય બંને ટીમો ભારે પરસેવો પાડી રહી છે. જો કે, બંને ટીમ કેટલાક ફેરફારો સાથે ત્રીજી ટેસ્ટ મેચમાં ઉતરી શકે છે.


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીન), ઈશાન કિશન (વિકેટકીન), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર , સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application