મોરબીમાં લાલપર નજીક રસ્તા વચ્ચે સીએનજી રિક્ષામાં અચાનક આગ લાગી હતી. રસ્તા વચ્ચે રિક્ષા ભડભડ બળવા લાગતા રાહદારીઓ અને સ્થાનિકોમાં ફફડાય ફેલાયો હતો. રિક્ષામાં અચાનક આગ લાગતા સત્વરે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગકાંડમાં રિક્ષા મળીને ખાખ થઈ ગઈ હતી. હજુ સુધી આગ લાગ્યાનું ચોકકસ કારણ જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં મંગળવારે રાત્રે લાલપર નજીક રસ્તા વચ્ચે રિક્ષામાં અચાનક આગ લાગી હતી જેથી રિક્ષાચાલક રિક્ષા છોડીને દૂર ભાગ્યો હતો. જોતજોતામાં આગે પ્રચંડ સ્વપ ધારણ કર્યું હતું જેને પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાં સુધીમાં રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવના પગલે લોકો એકઠા થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને આગને ક્લિયર કરાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech