CM ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરવા નીકળ્યા, હવે જુનાગઢ સર્કિટ હાઉસ રિવ્યુ મીટીંગ પણ કરશે

  • July 21, 2023 04:12 PM 

ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે મુખ્ય પ્રઘાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ છે. ભારે વરસાદના પગલે જે નુકસાન થયુ છે. તેનું હવાઈ નિરીક્ષણ કર્યુ છે. જેમાં મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ જોડાયા હતા.



તો બીજી તરફ દેવભૂમિ દ્રારકા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ ખાબકયો છે. ત્યારે દ્રારકા જિલ્લાના ચારે તાલુકામાં મેઘની કહેર જોવા મળી છે. તો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે. તેમજ દ્રારાકાના ભાટિયા અને લાંબા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે.




સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્રારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૯.૦૪ ટકા, સૌરાષ્ટ્ર્રમાં ૮૯.૬૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૫.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૭.૬૮ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૮.૦૧ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.



આ ઉપરાંત માણાવદર તાલુકામાં ૧૨૮ મિ.મી., માંગરોળમાં ૧૨૪ મિ.મી., અબડાસામાં ૧૨૨ મિ.મી., જામકંડોરણામાં ૧૧૮ મિ.મી., ધ્રોલમાં ૧૧૭ મિ.મી., જામજોધપુરમાં ૧૧૧ મિ.મી., કલ્યાણપુરમાં ૧૦૫ મિ.મી., મહત્પવા (ભાવનગર)માં ૧૦૪ મિ.મી., આમ કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.જયારે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં ૯૬ મિ.મી., વંથલીમાં ૯૫ મિ.મી., ઉપલેટામાં ૯૪ મિ.મી., અમરેલીમાં ૮૧ મિ.મી., કોટડા સાંગાણીમાં ૮૦ મિ.મી., ભચાઉમાં ૭૬ મિ.મી., ધોરાજીમાં ૭૫ મિ.મી., આમ કુલ ૧૯ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત આણદં જિલ્લાના ખંભાત તાલુકામાં ૭૪ મિ.મી., ગોંડલમાં ૭૨ મિ.મી., માળીયા હાટીનામાં ૭૧ મિ.મી., મેંદરડા અને શિહોરમાં ૭૦ મિ.મી., કોડિનારમાં ૬૯ મિ.મી., રાણાવાવમાં ૬૪ મિ.મી., કુતિયાણામાં ૬૧ મિ.મી., હળવદમાં ૬૦ મિ.મી., જામનગરમાં ૫૯ મિ.મી., લાઠીમાં ૫૬ મિ.મી., વિસાવદરમાં ૫૩ મિ.મી., વાપી અને ભિલોડામાં ૫૦ મિ.મી., એમ કુલ ૩૩ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તથા ૧૫૯ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application