બજરંગવાડી પાસે રાજીવ નગરમાં રહેતો ધોરણ ૧૨ પાસ શખસ ૧૩ વર્ષ પૂર્વે દૂધસાગર રોડ પર કિલનિક ચલાવતા ઝડપાયો હતો. ત્યારે આ શખસ ફરી અહીં દૂધસાગર રોડ પર કિલનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા લાગ્યો હતો. એસોજીએ અહીં દરોડો પાડી આ બોગસ તબીબને ઝડપી લઇ અહીંથી એલોપેથિક દવાઓ અને મેડિકલના સાધનો સહિત ૧૩,૧૯૭ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચના હેઠળ શહેરમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટરો પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત એસ.ઓ.જી.પીઆઇ જે.એસ.કૈલાની રાહબરી હેઠળ એસોજીની ટીમ પેટ્રોલીંગમાં દરમિયાન એએસઆઈ ફિરોજભાઈ શેખ તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા અને મુકેશભાઈ ડાંગરને મળેલી સચોટ બાતમીના આધારે દૂધસાગર રોડ પર સીદીકી મસ્જિદવાળી શેરીમાં ભગવતી સોસાયટી પાસે આવેલા કિલનિકમાં એસોજીની ટીમે દરોડો પાડો હતો.
પોલીસે અહીં ડોકટર તરીકેની ઓળખ આપી દર્દી તપાસનાર કરનાર શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ મહંમદ ફાક જાનમોહમ્મદ(ઉ.વ ૫૩ રહે. બજરંગવાડી રાજીવનગર શેરી નંબર ૫, બ્લોક નંબર ૭૦૭ જામનગર રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેકિટસ કરવા અંગેની ડિગ્રી માંગતા તેની પાસે આવી કોઈ ડીગ્રી ન હોવાનું અને તે ધો.૧૨ પાસ હોવાનું માલુમપડું હતું જેથી પોલીસે અહીંથી મેડિકલને લગતા સાધનો અને દવાઓ સહિત ૧૩,૧૯૭ નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે મેડિકલ પ્રેકિટસ એક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી મહંમદ ફાક જાન મોહમ્મદ અગાઉ વર્ષ ૨૦૧૧માં અહીં દૂધ સાગર રોડ પર જ કિલનિક ચલાવતા ઝડપાયો હતો. બાદમાં છેલ્લા ચારેક માસથી તેણે ફરી અહીં કિલનિક શ કરી દીધું હતું અને તે દર્દીઓ તપાસવા લાગ્યો હતો. આ અંગે વધુ તપાસ થોરાળા પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech