આગામી 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ દેશનું બજેટ રજૂ થવાનું છે. પરંતુ મોદી સરકારની આ ટર્મ પૂરી થવા જઇ રહી છે અને બાદમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વખતે અંતરિમ બજેટ રજૂ થવાનું છે. જો કે સરકારે વચગાળાનું બજેટ રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં આ બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટ અંગે માહિતી મળી રહી છે કે, 1 ફેબ્રુઆરીએ જાહેર થનારા આગામી વચગાળાના બજેટમાં સરકારનું ધ્યાન કલ્યાણલક્ષી ખર્ચ વધારવા પર રહેશે. મહત્વનું છે કે જયારે પણ બજેટ રજૂ થવાનું હોય તે પહેલા ખર્ચ, વિકાસલક્ષી યોજનાઓ, ટેક્સ સ્લેબ, મળવાપાત્ર રાહતો સહિતની અનેક બાબતો ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે આ વખતે તો અંતરિમ બજેટ રજૂ થવાનું છે. આ વચગાળાના બજેટમાં કયા ખર્ચનો ઉલ્લેખ હશે તે પણ એટલું જ મહત્વનું છે.
આપને જણાવી દઇએ કે, વચગાળાના બજેટમાં સંક્રમણ સમયગાળા માટે આવક અને ખર્ચ બંનેની વિગતો હોય છે. તેમાં સરકારી ખર્ચ, મહેસૂલ, રાજકોષીય ખાધ અને આગામી મહિનાઓ માટેના નાણાકીય અંદાજોનો સમાવેશ થાય છે. તેને સરકારની નાણાકીય કામગીરીનો સ્નેપશોટ તરીકે જોઇ શકાય છે અને તાત્કાલિક ભવિષ્ય માટેની યોજનાઓની રૂપરેખા પણ આપવામાં આવે છે. વચગાળાના બજેટમાં નવી સરકાર સત્તામાં આવે ત્યાં સુધી આવનારા કેટલાક મહિનાઓમાં કરવામાં આવનારા દરેક ખર્ચ અને ટેક્સ દ્વારા કમાયેલા દરેક રૂપિયાની વિગતો સમાવિષ્ટ હોય છે. આ અંતરિમ બજેટ ખાસ તો નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના બજેટ રૂપે તૈયાર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વચગાળાનું બજેટ પસાર કરવા માટે સંસદમાં ચર્ચા જરૂરી છે. વોટ ઓન એકાઉન્ટ એ વચગાળાના બજેટનો એક ભાગ છે. જેમાં સરકાર માત્ર ખર્ચની માહિતી આપે છે.
આ વખતે વોટ ઓન એકાઉન્ટ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાનું બજેટ અને વોટ ઓન એકાઉન્ટ બંને સરકારી ખર્ચ માટે મંજૂરી મેળવવા માટે વપરાતી એક પ્રકારે પ્રક્રિયા છે પરંતુ તે અલગ અલગ રીતે કામ કરે છે. વચગાળાનું બજેટ એ સરકારી નાણાકીય વર્ષના મધ્યમાં ઉપયોગ માટેનું વધારાનું બજેટ છે. તે વાર્ષિક બજેટની મધ્યમાં રજૂ કરવામાં આવે છે. જ્યારે નવી યોજના બનાવવાની અથવા વર્તમાન યોજનાઓને વિસ્તૃત કરવાની આવશ્યકતા હોય છે, આ બજેટ અંદાજિત આવક અને ખર્ચ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે.
બીજી તરફ વોટ ઓન એકાઉન્ટ સંસદમાંથી નિયત માન્યતા મેળવવા માટે સરકારના ચોક્કસ ખર્ચની માંગ કરે છે, જે સંસદ દ્વારા મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. આ મત એ સંસદીય મંજૂરી છે જે સરકારે ચોક્કસ પ્રકારના ખર્ચ માટે મંજૂરી મેળવવા માટે લેવાની આવશ્યકતા રહે છે. વચગાળાના બજેટમાં સરકાર ખર્ચ તેમજ આવકનું વિશ્લેષણ રજૂ કરે છે. જયારે વોટ ઓન એકાઉન્ટમાં માત્ર ખર્ચ માટે જ મંજૂરી માંગવામાં આવે છે. આમ, આ બંને પ્રક્રિયાઓ સંસદીય મંજૂરી માટે સરકારી ખર્ચ રજૂ કરવાની વિવિધ રીતોમાં ફાળો આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech