હિન્દી સિનેમાના શાનદાર કલાકારોની યાદીમાં સામેલ અજય દેવગણે વર્ષ 2024 માટે તૈયારી કરી લીધી છે. આ વર્ષે તેની બે ફિલ્મો આવી રહી છે, જેમાં 'રેઈડ 2' પણ સામેલ છે. 'રેઈડ'ની સિક્વલની ચાર વર્ષથી રાહ જોવાઈ રહી છે. ત્યારે ચાર વર્ષની રાહ જોયા બાદ અંતે 'રેઈડ 2'ની પણ જાહેરાત કરવામાં આવી છે.
તાજેતરમાં જ મેકર્સે 'રેઇડ 2'ની જાહેરાત કરી હતી અને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અજય દેવગણે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રેઇડ-2ની સીકવલનું અનાઉન્સમેન્ટ કરવા સાથે શૂટિંગના સેટ પરની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જેમાંની બે તસવીરોમાં અજય સેટ પર સાઉથ સ્ટાર રવિ તેજા, ભૂષણ કુમાર અને બાકીની ટીમ સાથે જોવા મળે છે. આ સાથે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેતાના પગ બતાવવામાં આવ્યા હતા અને રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી.
વર્ષ 2018માં રિલીઝ થયેલી 'રેઈડ' બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે ઇલિયાના ડીક્રુઝ જોવા મળી હતી. જોકે જે લોકો ઇલિયાનાને સિક્વલમાં જોવા માગે છે તેમના માટે નિરાશાજનક સમાચાર એ છે કે ઇલિયાના રેઇડની સિક્વલમાં જોવા નહીં મળે. જીહા, આપને જણાવી દઇએ કે બી-ટાઉન બ્યુટી વાણી કપૂરે ઇલિયાનાનું સ્થાન લીધું છે. એટલે કે રેઇડ-2માં વાણી કપૂર અજય દેવગણ સાથે જોવા મળશે.
મહત્વનું છે કે, અજય દેવગણ અને વાણી કપૂર બંને પ્રથમ વખત જ સાથે કામ કરી રહ્યા છે. ત્યારે અભિનેત્રી વાણી કપૂરનું સ્વાગત કરતી વખતે અજય દેવગણે સેટ પરથી એક તસવીર પણ શેર કરી હતી. વાત કરવામાં આવે રેઇડ-2ના શૂટિંગની તો મુંબઈ સિવાય 'રેઈડ-2'ના સીન દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિક્વલનું નિર્દેશન રાજકુમાર ગુપ્તા કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech