હાલ તો હૃતિક રોશનની આગામી ફિલ્મ ફાઈટરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ફિલ્મના ટીઝર અને ગીતોને સારો પ્રતિસાદ મળ્યો છે. આ પછી મેકર્સ હવે ફિલ્મનું ટ્રેલર લઇને આવી રહ્યા છે. ફાઈટરના ટીઝર સિવાય ત્રણ ગીત શેર ખુલ ગયે, ઈશ્ક જૈસા કુછ અને હીર આસમાની રિલીઝ થઇ ગયા છે. જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. ત્યારે હવે હૃતિક રોશનના ફેન્સ પણ ફાઈટરનું ટ્રેલર જોવાની રાહ જોઈ રહ્યા છે.
હૃતિક રોશન 9 જાન્યુઆરીના બુધવારે તેનો 50મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. એવામાં અટકળો હતી કે ફાઈટરનું ટ્રેલર હૃતિક રોશનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. પરંતુ આ અંગે એવી માહિતી મળી છે કે ફાઇટરના ટ્રેલરને અભિનેતાના જન્મદિવસ સાથે કઇ જ લેવાદેવા નથી.
આ તરફ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે ફાઈટરના એક્શનથી ભરપૂર ટ્રેલરને રિલીઝ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. એક અહેવાલ અનુસાર ફિલ્મનું ટ્રેલર ગણતરીના દિવસોમાં જ રિલીઝ કરવામાં આવશે. માનવામાં આવે છે કે ફાઇટરનું ટ્રેલર 15 જાન્યુઆરીએ રિલીઝ થાય. પરંતુ મેકર્સ દ્રારા આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે, ફાઇટરનું ટ્રેલર હવે ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે.
આપને જણાવી દઇએ કે, ફાઈટરનું નિર્માણ વાયકોમ 18 સ્ટુડિયો અને માર્ફ્લિક્સ પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફાઈટર 75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં હૃતિક રોશન ઉપરાંત દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને કરણ સિંહ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech